Redevelopment Rules for Residential : ગુજરાતમાં સૌથી વધારે રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અમદાવાદમાં ચાલી રહ્યાં છે. જૂના મકાનો તોડી પાડી નવા મકાનો બનાવવા માટે સરકારી નિયમોનુસાર હાલમાં રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યાં છે. જે નિયમોમાં સરકાર બદલાવ કરી સરળ કરી રહી છે. હવે 75 ટકા સભ્યોની સંમતિ હોય તો બાકીના 25 ટકા સભ્યોની ના મંજૂરી હવે માન્ય રહેતી નથી. તમે રિડેવલોપમેન્ટ માટેની મંજૂરી આપી રહ્યાં છો તો સાચવીને આપજો કારણ કે હાઉસિંગ બોર્ડે એક સભ્યની અરજી ફગાવી દીધી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટરાઇઝ કરાર કરનાર 75 ટકા સભ્યો સંમતિ પરત લઇ શકતા નથી
ગુજરાત હાઉસિંગ મોટાભાગની સોસાયટીમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા ઝડપી બની ગઇ છે ત્યારે બોર્ડના મકાનોમાં નોટરાઇઝ કરાર કરનાર 75 ટકા સભ્યો સંમતિ પરત લઇ શકતા નથી. આવા કિસ્સામાં સંમતિ પરત લેવા બોર્ડ સમક્ષ અરજી કરનાર સભ્યની અરજી માન્ય રખાતી નથી. સોલાની રામેશ્વર સોસાયટીમાં આવા કિસ્સામાં બોર્ડ દ્વારા નિર્ણય કરાયો છે. એટલે એકવાર તમે કાગળમાં લેખિતમાં મંજૂરી આપ્યા બાદ તમે ના પાડી શકતા નથી.


આ પણ વાંચો : 


ભાજપમાં રહો માલામાલ બનો, અમદાવાદમાં 625 બસો ભાજપના મળતિયાઓને પધરાવી દેવાઈ


અમદાવાદમાં રહેવાના અરમાન હોય તો જાણી લેજો કે અહી હવામાં ઝેર છે : રિપોર્ટમાં ખુલાસો


ત્રિપક્ષીય કરાર રદ ન કરી શકાય
રામેશ્વર એપાર્ટમેન્ટમાં સંમતિ નોટરાઇઝ કરાર કરાવનાર સભ્યએ સંમતિ પરત લેવા અરજી કરી હતી. જેમાં બોર્ડ દ્વારા લીગલ અભિપ્રાય લીધા બાદ બોર્ડના કાર્યપાલક ઇજનેર દ્વારા અપાયેલા જવાબમાં જણાવાયું છે કે, પ્રોજેક્ટની પ્રક્રિયા બોર્ડની અગાઉ સભ્યોની સંમતિ તેમજ ત્રિપક્ષીય કરાર કરેલા છે. તેને રદ ન કરી શકાય. જોકે સભ્ય જવાબની સામે લીગલ કાર્યવાહી કરી શકે છે. પરંતુ કોર્ટનો ખર્ચ પોતાના સીરે પડતો હોવાથી સભ્યો સમાધાનનું વલણ અપનાવતા હોવાનું સોસાયટીના આગેવાનોએ જણાવ્યું હતું. હાઉસિંગ બોર્ડના સોલારોડ પરના સુર્યા એપાર્ટમેન્ટ વિભાગ-૩, રામેશ્વર એપાર્ટમેન્ટ સોસાયટીમાં રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ટૂંકસમયમાં મકાનો ખાલી કરવાના છે. જ્યારે આનંદવિહાર એપાર્ટમેન્ટમાં ડીમોલેશનની કામગીરી ચાલી રહી છે. હવે આ કેસમાં ચૂકાદો આવી જતાં અમદાવાદીઓએ ખાસ સાવચેત રહેવાની જરૂર છે.


હાઈકોર્ટે આપ્યો હતો ચુકાદો
ગુજરાતના અમદાવાદમાં ઘટતી જતી જગ્યાઓ અને વધતી જતી વસતી વચ્ચે હવે રિડેવલોપમેન્ટ જ એક સૌથી મોટી આશા છે. અમદાવાદમાં ઘણી બધી સોસાયટીઓ અને બિલ્ડીંગો રિડેવલોપમેન્ટ કરાવવા માગે છે. જેમાં નિયમોને આધિન આ બેઠકો છેલ્લી ઘડીએ રદ થઈ જાય છે. હાલમાં ગુજરાત હાઇકોર્ટે તાજેતરમા એક સિમાચિહ્ન મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.  જેમાં રિડેવલપમેન્ટ માટે સોસાયટીના ૭૫ ટકા સભ્યોની મંજૂરી હોય તો બાકીના ૨૫ ટકા સભ્યોની મંજૂરીની જરૂરિયાત રહેતી નથી. આ પહેલાં સીંગલ જજે આ ચૂકાદો આપ્યો હતો. જે ચૂકાદાને હાઈકોર્ટે પણ બહાલ આપતાં હવે રિ ડેવલોપમેન્ટ માટેની દિશામાં નવા દ્વાર ખૂલ્યા છે. અમદાવાદના જોધપુર વિસ્તારની એક સોસાયટીના કેસમાં હાઇકોર્ટે ચુકાદો આપતાં ઠરાવ્યું કે, રિડેવલપમેન્ટ માટે ૭૫ ટકાથી ઓછા સભ્યોની મંજૂરી ચાલે નહી. ૭૫ ટકા સભ્યોની મંજૂરી હોવી જરૂરી છે, તેથી ઓછી નહી. તમારી પાસે 75 ટકા સભ્યોની મંજૂરી છે તો 25 ટકા સભ્યો ના પાડશે તો પણ એમની અસહમિત માન્ય રહેશે નહીં. ઘણી સોસાયટીઓમાં 80 ટકા સભ્યો તૈયાર હોય પણ ગણાગાંઠ્યા કેટલાક સભ્યો આ મામલે આડોડાઈ કરતા હોય છે અને રિડેવલોપમેન્ટના અરમાનો પર પાણી ફેરવી દેતા હોય છે. આ ચૂકાદાને પગલે ઘણી સોસાયટીઓ અને બિલ્ડીંગોનો રસ્તો ક્લિયર થઈ જશે. 


આ પણ વાંચો : 


સાવધાન : 3 નહીં, આ 16 નિયમો તોડ્યા તો પોલીસ નહીં હોય તો પણ ફરફરિયું આવશે ઘરે


જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં બન્યું ભવ્ય મંદિર