જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં બન્યું ભવ્ય મંદિર, દૂધ જેવું સફેદ મંદિર બન્યું હરીભક્તો માટે દિવ્યસ્થાન

Pramukh Swami Temple : પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા અનુસાર સાળંગપુર સ્વામીનારાયણ મંદિરના પ્રાગંણમાં બાપાના અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમણે અંતિમ દિવસોમાં ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારી પર રહે એવી જગ્યાએ મારા અંતિમસંસ્કાર કરજો... તેમના બ્રહ્મલીન સ્થળ પર તેમનું ભવ્ય મંદિર બનાવાયું

જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં બન્યું ભવ્ય મંદિર, દૂધ જેવું સફેદ મંદિર બન્યું હરીભક્તો માટે દિવ્યસ્થાન

Swaminarayan : તારીખ 19 ઓગસ્ટ, 2016 ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હતા. કરોડો હરીભક્તો ક્યારેય એ દિવસ વીસરી શકે તેમ નથી. હરીભક્તોના આંખમાં આસું હતા. સાળંગપુર સ્વામીનારાયણ મંદિરના પ્રાંગણમાં જ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે જ્યાં બાપાના અંતિમ સંસ્કાર થયા હતા, ત્યાં તેમનું ભવ્ય મંદિર બનાવવામા આવ્યું છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર! બાપાના બ્રહ્મલીન થયાના ચાર વર્ષમાં આ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. ગુરુ શાસ્ત્રીજી મહારાજના વસંતપંચમીના જન્મદિવસે જ ગઈ 26મી જાન્યુઆરીના રોજ પરમ પૂજય પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિરની મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. ત્યારે હરીભક્તો માટે વધુ એક ધામ બન્યું છે. 

પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા અનુસાર સાળંગપુર સ્વામીનારાયણ મંદિરના પ્રાગંણમાં બાપાના અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમણે અંતિમ દિવસોમાં ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારી પર રહે એવી જગ્યાએ મારા અંતિમસંસ્કાર કરજો... તેમના બ્રહ્મલીન સ્થળ પર તેમનું ભવ્ય મંદિર બનાવાયું છે. આમ, મંદિરના પરિસરમાં અક્ષરપુરુષોત્તમ મંદિર અને શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરના બે ધ્રુવ વચ્ચે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર આકાર પામ્યું છે. 

pramukh_swami_temple_zee2.jpg

ત્યારે ચાર વર્ષ આ મંદિરનું નિર્માણકાર્ય ચાલ્યુ હતું. આ મંદિર બનાવવા માટે રાજસ્થાનના મકરાણા માર્બલનો ઉપયોગ કરવામા આવ્યો છે.  આ સ્મૃતિ મંદિરમાં 25થી 30 હજાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર સ્વામીનારાયણ મંદિરના પરિસરમા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કારણ કે, તે દૂધ જેવુ સફેદ દેથાય છે. મંદિરમાં 1 ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટી આવેલી છે.

મંદિર નિર્માણ કાર્યમાં માહેર એવા પ્રકાશ સોમપુરાએ આ મંદિરની ડિઝાઈન કરી છે. તેમજ અસંખ્ય સાધુ-સંતો અને હરીભક્તોનો આ મંદિર બનાવવામાં ખાસ ફાળો રહ્યો છે. સાળંગપુર આવતા હરીભક્તો માટે આ એક દિવ્ય સ્થાન બની રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news