અમદાવાદ :હાલ અમદાવાદનું એક પોલીસ સ્ટેશન ચર્ચામાં આવ્યુ છે. કારણે આ પોલીસ સ્ટેશન ચર્ચાનુ કેન્દ્ર બન્યુ છે. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની બહાર સૂચના લખવામાં આવી હતી કે ટૂંકાં વસ્ત્રો પહેરીને આવવું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ સ્ટેશનમાં લોકો પોતાની ફરિયાદ લઈને આવે છે. પોલીસ અધિકારીઓનુ કામ તેમની ફરિયાદ સાંભળીને તેને સોલ્વ કરવાનું છે. પરંતુ આવનારા લોકોના કપડા સાથે તેની કોઈ નિસ્બત હોતી નથી. લોકો શું પહેરીને આવે તેનાથી પોલીસની કામગીરી પર કોઈ ફરક પડવો ન જોઈએ. છતાં અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનની બહાર બોર્ડ મારવામાં આવ્યુ છે કે, ‘મુલાકાતીઓએ પોલીસ સ્ટેશનમાં ટૂંકા કપડાં પહેરીને આવવું નહીં.’


આ પણ વાંચો : બીડીના શોખીન ગુજરાતના નેતાજી... બીડીની દુકાનનું ઉદઘાટન કરીને આખું બંડલ ભેટમાં લઈ આવ્યા હતા


આ બોર્ડ એપ્રિલ મહિનાથી પોલીસ સ્ટેશનની બહાર લાગેલુ છે, છતાં તેને કાઢવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી. આ વિશે બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાએ જણાવ્યુ કે, ‘મેં 30 એપ્રિલ, 2022ના રોજ ચાર્જ લીધો તે પહેલાંથી જ બોર્ડ લાગેલું હતું. આ પહેલાં લગાવવાનું કારણ એ હતું કે લોકો ગંજી-બંડી પહેરીને આવતા હતા, જેથી મહિલાઓને ખરાબ લાગતું હતું.’


પોલીસ ઈન્સ્પેક્ટરની આ દલીલ કેટલી યોગ્ય ગણાય. જો બોર્ડ તેમના પહેલા લાગેલુ હતું તો તેમણે હટાવવાની જવાબદારી કેમ ન લીધી. પોલીસ સ્ટેશનમાં લાગેલુ આ પેઈન્ટિંગ હાલ અનેક સવાલો પેદા કરે છે. પોલીસ સ્ટેશનમાં જો આવી માનસિકતા જોવા મળે તો કેવુ ચાલે. દેશમાં ગમે તે વ્યક્તિ ગમે તેવા કપડા પહેરવા સ્વતંત્ર છે.