રાહુલ ગાંધી સામે માનહાનિ કેસમાં કોર્ટે પૂર્ણેશ મોદીને મોકલી નોટિસ, આજે વાંધો રજૂ કરશે
Rahul Gandhi Defamation Case : સુરતમાં રાહુલ ગાંધી સામે માનહાનિ કેસનો મામલો....કોર્ટે ધારાસભ્ય પૂર્ણેશ મોદીને મોકલી નોટિસ.....પૂર્ણેશ મોદી આજે કોર્ટમાં વાંધો રજૂ કરશે.....સરકાર પક્ષ પણ કેસમાં જોડાયો.....વધુ સુનાવણી 13મી એપ્રિલના રોજ હાથ ધરાશે....
Rahul Gandhi In Surat Court : સુરત રાહુલ ગાંધી સામે સુરત કોર્ટમાં ચાલેલા માનહાનિ કેસમાં કોર્ટે ભાજપના ધારાસભ્ય પુર્ણેશ મોદીને નોટિસ મોકલી છે. પૂર્ણેશ મોદી આજે આજે કોર્ટમાં વાંધો રજૂ કરશે. મહત્વનું છે કે બચાવ પક્ષે રાહુલ ગાંધી સામે માનહાનિના કેસમાં સજા અને કસૂરવાર બન્ને પર સ્ટે માટે અરજી કરી છે. આ મામલે વધુ સુનાવણી 13 એપ્રિલે કરવામાં આવશે.
રાહુલ ગાંધી સામે બદનક્ષી કેસમાં બે વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ છે. ત્યારે આ કેસના ફરિયાદી એવા પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને કોર્ટ દ્વારા નોટિસ મોકલાઈ છે. જેથી તેઓ આજે 11 એપ્રિલે પોતાનો જવાબ રજૂ કરશે. તેઓ રાહુલ ગાંધીએ કરેલી અપીલ પર વાંધો રજૂ કરશે. આજે મુખ્ય જિલ્લા સરકારી નયન સુખડવાલા અને ફરિયાદીના વકીલ કેતન રેશમવાલા સાથે દલીલો કરશે. તો સરકાર પક્ષ પણ કેસમાં જોડાયો છે.
ગુજરાતનો સૌથી સુંદર બીચ ખતરામાં, ગમે ત્યારે ડૂબી જશે તેવો રિપોર્ટમાં ખુલાસો
શું છે મામલો?
જણાવી દઈએ કે વર્ષ 2019માં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નિવેદન આપ્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ છે?' કોંગ્રેસના રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને તત્કાલિન બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવી બે વર્ષની સજા ફટકારી હતી.
ગુજરાતની આ યુનિવર્સિટીમાં ભૂત છે? અચાનક ખૂલે છે ક્લાસની બારી, ખુરશીઓ આપોઆપ ખસે છે
માનહાનિ કેસમાં બે વર્ષની સજા મળ્યા બાદ મહિનાના જામીન પર રહેલા રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટમાં અપીલ કરી છે. જેનો નંબર 254/2023 કોર્ટ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે. સુરતની કોઈ કોર્ટમાં કેસ જશે એ હજુ સુધી નક્કી થયું નથી. જો કે હવે પછીની સુનાવણી આ કેસમાં 13 એપ્રિલના રોજ રોજ થશે. સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યાં છે.
કોલેજના પ્રોફેસરે આપઘાત કર્યો, પત્ની માટે હૈયું હચમચાવી નાંખે તેવા કરુણ શબ્દો લખ્યા