ગુજરાતની આ યુનિવર્સિટીમાં ભૂત છે? અચાનક ખૂલે છે ક્લાસની બારી, ખુરશીઓ આપોઆપ ખસે છે

Ghost In GTU Campus : અમદાવાદની જીટીયુના કેમ્પસમાં ભૂત હોવાની વાતો ફરીથી વહેતી થઈ.. ચર્ચાના પગલે કેમ્પસમાં કામ કરતા તમામ લોકો અને વિશેષ કરીને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાયો
 

ગુજરાતની આ યુનિવર્સિટીમાં ભૂત છે? અચાનક ખૂલે છે ક્લાસની બારી, ખુરશીઓ આપોઆપ ખસે છે

Haunted Places In Ahmedabad : ભૂતની વાત આવે ત્યારે દરેકના મનમાં ભયનું એક લખલખું પસાર થઈ જાય છે. તમે તમારી આસપાસ પણ ભૂત હોવાના વિચારથી ડરી જાઓ છો. ત્યારે અમદાવાદની એક યુનિવર્સિટીના કેમ્પસમાં ભૂત હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેમ્પસની લિફ્ટમાં અને સીડીમાં કોઈની હાજરી હોવાનો અહેસાસ વિદ્યાર્થીઓને થાય છે. તેમજ કોઈ રહસ્યમયી તત્વ ક્લાસ રૂમના બારી બારણા ખોલી નાંખતા હોવાની વાતોથી ડરનો માહોલ સર્જાયો છે. આ કેમ્પસ છે ચાંદખેડામાં આવેલું ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) નું કેમ્પસ. 

ઈન્સ્ટાગ્રામ પર 16 લાખ ફોલોઅર્સ ધરાવતા એક ફેમસ એકાઉન્ટ પર હાલમાં ગુજરાતના એક સૌથી ડરામણા સ્થળ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં જીટીયુનો પણ સમાવેશ કરાયો છે. જીટીયુ કેમ્પસ ડરામણું છે તે જાણીને જ વિદ્યાર્થીઓમાં ડર પેદા થયો છે. હાલ આખા કેમ્પસમાં આ પ્રકારની વાતો અને ચર્ચાના પગલે કેમ્પસમાં કામ કરતા તમામ લોકો અને વિશેષ કરીને વિદ્યાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. 

ભૂતકાળમાં પણ કેટલાક કર્મચારીઓ મોડી રાત સુધી કામ માટે રોકાયા હોય ત્યારે તેમને આ પ્રકારનો અહેસાસ થયા હોવાનુ તેઓએ ફરિયાદ કરી હતી. કેટલાકે એવુ પણ કહ્યું કે, કેટલા રૂમોમાં ફર્નિચર આપોઆપ ખસે છે અને બારીઓ પણ આપોઆપ ખૂલી જાય છે. 

એક અધિકારીએ જણાવ્યુ હતું કે, કેમ્પસના એક બિલ્ડીંગમાં જ્યારે ઓછા લોકો કામ કરી રહ્યા હતા ત્યારે એક ખૂણમાંથી કોઈની ચીસ પણ સંભળાઈ હતી. આ માટે ભૂતકાળમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ કેટલાક નિષ્ણાતોને પણ બોલાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news