ચેતન પટેલ/સુરત: શહેર ક્રાઇમ બ્રાન્ચે કોસાડના કુખ્યાત ડ્રગ્સ માફિયા ચીના કાકુજીને એક લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપીએ ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જર સાથેની ચાલતી ગેંગ વોરને લઇ પિસ્તોલ લઈને ફરતો હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલો આરોપી પર અગાઉ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે, જેમાં હત્યાના પ્રયાસ જેવા ગુના પર સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરસાદને લઈ અંબાલાલ પણ મૂંઝવણમાં! અહીં બની રહ્યા છે વાવાઝોડા, સપ્ટે.માં પડશે ગરમી


રાંદેરના ડ્રગ માફિયા ઇસ્માઇલ ગુર્જર સાથે ચાલતી ગેંગવોર વચ્ચે કોસાડ આવાસનો માથાભારે અને ભૂતકાળમાં ડ્રગ્સ સાથે ઝડપાઇ ચૂકેલો કોસાડ આવાસનો સાજીદ ક ઉર્ફે ચીનો અબ્દુલ કાકુજી લોડેડ પિસ્ટલ સાથે ઝડપાયો હતો. ગુર્જર સાથે ચાલતી દુશ્મનીને પગલે પિસ્ટલ વસાવી હોવાની કબુલાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે કોસાડ આવાસમાં વોચ ગોઠવી હતી. અહીં રહેતો અને 2020માં ખટોદરા પોલીસને હાથે ડ્રગ્સનાં ગુનામાં ઝડપાઇ ચૂકેલો સાજીદ ઉર્ફે ચીનો અબ્દુલ કાકુજી લોડેડ પિસ્ટલ લઇ ફરી રહ્યો હોવાની બાતમી હોઇ તેને દબોચ્યો હતો. તેની પાસેથી પોલીસને ત્રણ કાર્ટિઝ સાથેની લોડેડ પિસ્ટલ મળી આવતાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


કલકી અવતાર કહેતા રમેશ ફેફરનો બફાટ; 'બ્રાહ્મણ તથા પરશુરામનો હું 'હાર્ટએટેક'થી નાશ...'


પકડાયેલા આરોપી ની પ્રાથમિક પૂછપરછમાં આ પિસ્ટલ તે ક્યાંથી લાવ્યો તેના જવાબમાં 2020-21માં TPતેના મિત્ર રાજેન્દ્ર ઉર્ફે રાજા સુભાષ લોનારીએ તેને કોરોના થતાં આપી હોવાનું અને બાદમાં તેનું કોરોનામાં મોત થયાનું જણાવ્યું હતું સાથે લઇને ફરવા અંગે આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેની રાંદેરના કુખ્યાત ડ્રગ માફિયા ઇસ્માઇલ ગુર્જર સાથે માથાકુટ ચાલી રહી હતી. 


ઉલટી ગંગા! સરકારે અદાણીને 3900 કરોડ વધુ ચૂકવ્યા, કોંગ્રેસે કહ્યું, ED-CBI કરે તપાસ


2020માં બંને વચ્ચે સામેસામે ઘર્ષણ થયું હતું. જેમાં ઇસ્માઇલ ગુર્જરે તેની વિરૂદ્ધ હત્યાની કોશિશનો તથા ચીનાએ મારામારીનો ગુનો નોંધાવ્યો હતો. બંને વચ્ચે ચાલતી વોર વચ્ચે ઇસ્માઇલ ગુર્જર જામીન ઉપર છુટ્યો હોવાનું જાણ્યા બાદ તે પોતાની સાથે લોડેડ પિસ્ટલ રાખતો હોવાનું પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું. જો કે, પોલીસને કોઈએ બાતમી આપી દેતા સાજીદ ઉર્ફે ચીનાને પોલીસે પકડી લીધો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ એ વધુ તપાસ હાથ ધરી છે.


થોડી તો લાજ રાખવી હતી! મોટી બહેનને લગ્ન વિના ગર્ભવતી બનાવી અને નાની પર બળાત્કાર


ઉલ્લેખનીય છે કે, ઈસ્માઈલ ગુર્જર પણ રાંદેરમાં ડુંગ માફિયા તરીકે કુખ્યાત છે. ગત વર્ષે તેની ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ થઈ હતી.


સૌરવ ગાંગુલીએ વર્લ્ડ કપ માટે પસંદ કરી ભારતની 15 સભ્યોની ટીમ, આ બે ખેલાડીઓ બહાર