હવે સમગ્ર ગુજરાતમાં N-95 માસ્ક માત્ર 50 રૂપિયામાં મળશે
ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. N-95 માસ્ક ફેડરેશનના પ્રયાસથી સારી ગુણવત્તાવાળા ગ્રાહકોને માત્ર 50 રૂપિયા પચાસમાં મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. હવે ફેડરેશન માત્ર 50 રૂપિયામાં ગ્રાહકોને સારી ક્વોલિટીના માસ્ક આપશે. અમૂલ પાર્લરમાં મળતા માસ્ક જેવા જ માસ્ક માત્ર 50 રૂપિયામાં આપવામાં આવશે. આગામી 1 કે 2 દિવસમાં તમામ દવાઓની દુકાન પર 50 રૂપિયાના માસ્ક ઉપલબ્ધ થઈ જશે. આમ, હવે એસોસિયેશનના પ્રયાસોથી સમગ્ર ગુજરાતના લોકો N-95 માસ્ક ઓછા ભાવે મેળવી શકશે, અને પોતે કોરોનાના કહેરથી દૂર રહી શકશે.
અતુલ તિવારી/અમદાવાદ :ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. N-95 માસ્ક ફેડરેશનના પ્રયાસથી સારી ગુણવત્તાવાળા ગ્રાહકોને માત્ર 50 રૂપિયા પચાસમાં મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. હવે ફેડરેશન માત્ર 50 રૂપિયામાં ગ્રાહકોને સારી ક્વોલિટીના માસ્ક આપશે. અમૂલ પાર્લરમાં મળતા માસ્ક જેવા જ માસ્ક માત્ર 50 રૂપિયામાં આપવામાં આવશે. આગામી 1 કે 2 દિવસમાં તમામ દવાઓની દુકાન પર 50 રૂપિયાના માસ્ક ઉપલબ્ધ થઈ જશે. આમ, હવે એસોસિયેશનના પ્રયાસોથી સમગ્ર ગુજરાતના લોકો N-95 માસ્ક ઓછા ભાવે મેળવી શકશે, અને પોતે કોરોનાના કહેરથી દૂર રહી શકશે.
રવિવારે ગુજરાતમાં કેસનો આંકડો 14 હજારને પાર, 6412 રિકવર દર્દીઓની સામે કુલ મોત 858
N-95 માસ્ક ફેડરેશનના પ્રયાસથી સારી ગુણવત્તા વાળા ઉપભોક્તાને રૂપિયા પચાસમાં મળી રહે તેવી વ્યવસ્થા કરી છે. જેથી જે તે જિલ્લામાં તેમની કેટલી જરૂરિયાત છે તે જિલ્લા પ્રમુખ મારફતે કે ઝોન મારફતે તેની જાણ પ્રમુખને કરવા એસોસિયેશન દ્વારા જણાવાયું છે. જેથી તે પ્રમાણે ડાયરેક્ટ સપ્લાયર મારફતે પહોંચડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત, રાજ્યમાં યુનિવર્સિટીની પરીક્ષાઓ 25 જૂનથી લેવાશે
આ N-95 માસ્ક કાલથી અમદાવાદ અને વડોદરામાં ઉપલબ્ધ મળશે. અમદાવાદમાં 15,000 અને વડોદરામાં 10,000 માસ્ક પહોંચાડી દેવાયા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવતીકાલથી માસ્ક પહોંચાડી દેવાશે. ગુજરાત કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા 1 લાખ માસ્ક માત્ર 50 રૂપિયામાં લોકો સુધી પહોંચાડવાની તૈયારી કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર