કોરોનાના દર્દીઓ અમદાવાદમા ફાઈવસ્ટાર આઈસોલેશન સુવિધા મેળવી શકશે, થઈ છે આ જાહેરાત
અમદાવાદ (Ahmedabad) મા સતત વધી રહેલા કોરોના (Coronavirus)ના નવા કેસો સામે તંત્ર સાબદુ થયું છે. આ માટે વિવિધ કોવિડ કેર સેન્ટર અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરવામા આવી રહ્યાં છે. આ સાથે જ આઈસોલેશન વોર્ડમાં દર્દીઓને કોઈ પ્રકારની તકલીફ ન રહે તે માટે વિવિધ નિર્ણયો લેવામા આવી રહ્યાં છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે કે, જે દર્દીઓને ખર્ચ પોષાય તેમ હોય તેવા દર્દી ફાઈવ સ્ટાર હોટલમાં આઈસોલેશનમાં રહી શકે છે.
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ (Ahmedabad) મા સતત વધી રહેલા કોરોના (Coronavirus)ના નવા કેસો સામે તંત્ર સાબદુ થયું છે. આ માટે વિવિધ કોવિડ કેર સેન્ટર અલગ અલગ વિસ્તારોમાં ઉભા કરવામા આવી રહ્યાં છે. આ સાથે જ આઈસોલેશન વોર્ડમાં દર્દીઓને કોઈ પ્રકારની તકલીફ ન રહે તે માટે વિવિધ નિર્ણયો લેવામા આવી રહ્યાં છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે કે, જે દર્દીઓને ખર્ચ પોષાય તેમ હોય તેવા દર્દી ફાઈવ સ્ટાર હોટલમાં આઈસોલેશનમાં રહી શકે છે.
કોરોનાએ અમદાવાદ બાદ હવે સુરતનો વારો પાડ્યો, આજે સૌથી વધુ કેસમાં સુરત ટોપ પર
એએમસીના કમિશનર વિજય નહેરાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, એસજી હાઈવે પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ ધ ફેર્નના સંચાલકો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. આ હોટલ ફેર્નમાં પ્રાઈવેટ ફેસેલિટી પેમેન્ટ બેઝ પર કોવિડ કોરોના પોઝિટિવ કેસના દર્દીઓ લાભ લઈ શખે છે. જે દર્દીઓને પોસાય તેમ હોય તેવા પેમેન્ટ કરીને અહીં આઈસોલેશનમાં જઈ શકે છે. સમરસ કે બીજા કોઈ કોવિડ કેર સેન્ટરમાં ન જવુ હોય તે દર્દીઓ અહીં ફાયદો મેળવી શકે છે. તેઓ સારી હોટલમાં જઈ શકે છે. હોટલના ભાવ માટે અમે નેગોશિયેટ કરીને ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. પરવેડ તેવા વાજબી ભાવે હોટલમાં જવુ હોય તે જઈ શકે છે.
ગુજરાતમાં પહેલા દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું : વિજય નહેરા
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કોવિડ દર્દીઓને એસવીપી હોસ્પિટલમાંમાં લઈ જવાય છે, જેથી સિવિલ હોસ્પિટલનું પણ ભારણ ઘટાડી શકાશે. વધુ સારી સેવા મળી શકે. આજથી એસીવીપી હોસ્પિટલ ખાતે કોવિડ દર્દીઓને સારવાર આપવાની ક્ષમતા ડબલ કરી દેવાઈ છે. 1000 જેટલા બેડની ક્ષમતા વધારી દેવાઈ છે. હોસ્પિટલની ટીમ દ્વારા આ પ્રશંસનીય કામગીરી કરાશે. ટીમ ડો. ઓમ પ્રકાશના નેતૃત્વમાં કામ કરનારી ટીમ સક્ષમ છે. કાલુપુરમાં રેલવે સ્ટેશન પાસે આવેલ હજ હાઉસ ખાતે પણ કોવિડ કેર સેન્ટર ખોલી દેવાશે, જેથી ત્યાં પણ સારવાર શરૂ કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર