ગુજરાતમાં પહેલા દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું : વિજય નહેરા

આજે અમદાવાદમાં 50 નવા કોરોનાના કેસનો વધારો થયો છે. તો સાથે અમદાવાદના 5 દર્દીઓના મોત નિપજ્યાં છે. એએમસીના કમિશનર વિજય નહેરાએ ગુજરાત અંગે મોટા સમાચાર આપતા કહ્યું કે, દર્દીઓનું પ્લાઝમા ડોનેશન થઈ ગયું છે. તેના બાદ આખી પ્રોસેસ ચાલી રહી હતી. ડિટેઈલ રિસર્ચ કરીને પ્લાઝમાનુ કામ ચાલી રહ્યું છે. દિલ્હી ખાતે એમસીઆરઈ સાથે ચર્ચા ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે પહેલા પેશન્ટને પ્લાઝમા અપાયું છે. આ સ્ટડી માટે પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. હાલ એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે. આજે વધુ દર્દીઓને આ પ્રોસેસ કરવામાં આવશે.  

ગુજરાતમાં પહેલા દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું : વિજય નહેરા

ઝી મીડિયા/બ્યૂરો :આજે અમદાવાદમાં 50 નવા કોરોનાના કેસનો વધારો થયો છે. તો સાથે અમદાવાદના 5 દર્દીઓના મોત નિપજ્યાં છે. એએમસીના કમિશનર વિજય નહેરાએ ગુજરાત અંગે મોટા સમાચાર આપતા કહ્યું કે, દર્દીઓનું પ્લાઝમા ડોનેશન થઈ ગયું છે. તેના બાદ આખી પ્રોસેસ ચાલી રહી હતી. ડિટેઈલ રિસર્ચ કરીને પ્લાઝમાનુ કામ ચાલી રહ્યું છે. દિલ્હી ખાતે એમસીઆરઈ સાથે ચર્ચા ચાલી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે પહેલા પેશન્ટને પ્લાઝમા અપાયું છે. આ સ્ટડી માટે પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમવાર કોરોનાના દર્દીની સિઝેરિયન દ્વારા ડિલવરી કરવામાં આવી છે. જ્યારે દેશમાં આ સાતમો કિસ્સો છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. હાલ એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે. આજે વધુ દર્દીઓને આ પ્રોસેસ કરવામાં આવશે.  

તેમણે જણાવ્યું કે, એસવીપી હોસ્પિટલ ખાતે એથિક્સ કમિટીની મીટિંગમાં રિસર્ચ પ્રોટોકલ અને ટ્રાયલે મંજૂરી આપવામાં આવી હતી. હવે તેના પર સમગ્ર સ્ટડી થશે. એસવીપી હોસ્પિટલમાં ગઈકાલે 31 વર્ષના કોવિડ પોઝિટિવ મહિલા દર્દીનું સિઝેરિયન કરાયું છે. ગુજરાતમાં આ પહેલો અને ગુજરાતમા સાતમો કેસ હતો. હાલ બંનેની તબિયત સ્થિર છે. વેન્ટિલેટર પર જતા રહેતા દર્દીઓ પણ હવે સાજા થઈ રહ્યાં છે. અત્યાર સુધી કુલ 51 જેટલા દર્દીઓએ કોરોનાને સફળતાપૂર્વક મ્હાત આપી હતી. આજથી એસીવીપી હોસ્પિટલ ખાતે કોવિડ દર્દીઓને સારવાર આપવાની ક્ષમતા ડબલ કરી દેવાઈ છે. 1000 જેટલા બેડની ક્ષમતા વધારી દેવાઈ છે. ટીમ દ્વારા આ પ્રશંસનીય કામગીરી કરાશે. કાલુપુરમાં રેલવે સ્ટેશન પાસે આવેલ હજ હાઉસ ખાતે કોવિડ કેર સેન્ટર ખોલી દેવાશે, જેથી ત્યાં પણ સારવાર શરૂ કરાશે. 

અમદાવાદ પોલીસે પોલીસ કન્ટ્રોલરૂમ, સીસીટીવી કન્ટ્રોલ રૂમ, ટ્રાફિક કન્ટ્રોલ રૂમ, કમ્પ્યુટર બ્રાન્ચ સહિતના 36 પોલીસ કર્મચારીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતો. આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 

નવા કેસ કયા વિસ્તારના 
અમદાવાદમાં ઘાટલોડિયા, યોગેશ્વર, દરિયાપુર, ચાંદખેડા, જમાલપુર, જુહાપુરા, શાહીબાગ, બહેરામપુરા, મણિનગર, રાયપુર, હાથીજણ, વસ્ત્રાલ, નારણપુરા, દાણીલીમડા વિસ્તારના દર્દીઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news