ગૃહ વિભાગનો નિર્ણય, હવે પોલીસ કોન્સ્ટેબલ પણ કરી શકશે કેસની તપાસ
પોલીસ સ્ટેશનમાં કેસનો ભરાવો ઓછો થાય, અધિકારીઓ પર તપાસનું ભારણ ઘટે તે માટે ગૃહ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
મૌલિક ધામેચા/અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં પોલીસ અધિકારીઓ પર કેસોનું ભારણ ઘટાડવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કેસોની તપાસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પોલીસ કોન્સ્ટેબલ પણ ગુનાની તપાસ કરી શકશે. 5 વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ વાળા કેસની તપાસ અધિકારી કોન્સ્ટેબલને સોંપી શકશે.
Corona Virus: છેલ્લા 24 કલાકમાં નવા 681 કેસ, 19 મૃત્યુ, કુલ કેસોની સંખ્યા 33,999
પહેલા શું હતો નિર્ણય
આ પહેલા કોઈપણ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના અધિકારીઓ કરી શકતા હતા. આ નિયમને કારણે દરેક પોલીસ સ્ટેશનમાં કેસોનું ભારણ વધી જતું હતું. આ કારણે અનેક લોકોએ મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં કેસનો ભરાવો ઓછો કરવા, તપાસનું ભારણ ઘટાડવા અને યોગ્ય તપાસ થઈ શકે તે માટે રાજ્યના જીડીપી શિવાનંદ ઝા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી. હવે રાજ્યના ગૃહ વિભાગે કોન્સ્ટેબલને તપાસની મંજૂરી આપી દીધી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube