તેજશ મોદી/ સુરતઃ સામાન્ય રીતે હાઈરાઈઝ બિલ્ડિંગ, ફ્લેટ સ્કીમ, સોસાયટીઓમાં એવો નિયમ હોય છે કે બહારથી આવેલા મહેમાનની ગાડી કે ટૂવ્હીલર કમ્પાઉન્ડની બહાર પાર્ક કરવાનું હોય છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આ અંગે એક મહત્વનો નિર્ણય લેતા શહેરના એપાર્ટમેન્ટ, હાઈરાઈઝ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને સોસાયટીઓને હવે પછી મહેમાનો માટે વિશેષ પાર્કિંગ વ્યવસ્થા કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો આમ કરવામાં નહીં આવે તો કાયદેસર કાર્યવાહીની પણ ચેતવણી અપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે તથા લોકોની અમુલ્ય જિંદગીની સલામતી જળવાય તેવા આશયથી સરકાર દ્વારા જિલ્લા-મહાનગરોમાં રોડ સેફટી કાઉન્સીલની રચના કરવામાં આવી છે. શુક્રવારે સુરત પોલિસ કમિશનર સતિષ શર્માની અધ્યક્ષતામાં સુરત પોલિસ કમિશનર કચેરીના સભાખંડમાં શહેર રોડ સેફટી કાઉન્સીલની બેઠક યોજાઇ હતી. જેમાં રોડ સેફટી કાઉન્સીલના એક સભ્યએ મહેમાનો માટે બહાર પાર્કિંગ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. 


આ રજૂઆતના સંદર્ભમાં પોલિસ કમિશનર સતિષ શર્માએ શહેરના એપાર્ટમેન્ટ, હાઈરાઈઝ રેસિડેન્સીયલ બિલ્ડીંગોમાં આવતા મહેમાનો માટે એપાર્ટમેન્ટની બહાર પાર્કિંગ કરવાના મનઘડંત નિયમો સામે લાલ આંખ કરતા જણાવ્યું કે, એપાર્ટમેન્ટના ગેટ પર ‘મહેમાનોએ પોતાના વાહનો બહાર પાર્ક કરવા’, ‘પાર્કિંગ ફક્ત સોસાયટીના સભ્યો માટે જ છે’ એવા લખાણવાળા બોર્ડ લગાવી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે.


પોલિસ કમિશનરે જણાવ્યું કે, સોસાયટી-એપાર્ટમેન્ટ દ્વારા મહેમાનો અને મુલાકાતીઓને રેસિડેન્સીની બહાર પાર્કિંગ કરવા માટે દબાણ કે ફરજ પાડી શકાય નહી. તેમણે આવા બોર્ડ લગાવનારી બિલ્ડીંગોના જવાબદાર હોદ્દેદારો સામે સખ્ત કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. 


લોકસભા ચૂંટણીઃ તોગડિયા 'હિન્દુસ્થાન નિર્માણ દળ'ના નેજા હેઠળ 100 ઉમેદવાર ઊભા રાખશે


પોલિસ કમિશ્નર સતીષ શર્માએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં અતિથિને ભગવાનની ઉપમા આપવામાં આવી છે. જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR)ના નિયમ અનુસાર મહેમાન કે મુલાકાતીને બહાર વાહન પાર્ક કરવા માટે દબાણ કરવું ગેરકાયદે છે. દરેક સોસાયટી કે કોમ્પ્લેક્ષે મુલાકાતીઓ માટે પાર્કિંગની ૨૦ ટકા જગ્યા અનામત રાખવી જ પડે. 


લોકસભા ચૂંટણી લડવા અંગે નરેશ પટેલે આપ્યો આવો જવાબ 


સુરત એ.આર.ટી.ઓ. ડી.કે.ચાવડાએ જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન, કાયદાકીય જોગવાઇઓ સંબંધિત જાણકારી આપવાના કાર્યક્રમો યોજવામાં આવે છે. સ્કૂલ કોલેજો દ્વારા પણ વિદ્યાર્થીઓમાં ટ્રાફિકના નિયમો અને જાણકારી આપવામાં આવે તે માટે શાળાઓને ટ્રાફિક પોલીસ દ્વારા પ્રેરિત કરવામાં આવે છે. તેમણે અડચણરૂપ થાય તેવી જગ્યાએ પાર્કિંગ કરનારા સામે સખત દંડનાત્મક કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...