હવે Whatsapp પર મેસેજ કરો અને થઇ જશે ગેસનું બુકિંગ ! જાણો કઇ રીતે ?
તમે ઘરે બેસી સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરી શકશો. Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરવાની સુવિધા આખા દેશમાં શુરું થઈ ચુકી છે. સૌથી સારી વાત એ છે કે whatsapp પર ગેસ બુકિંગ (Gas Booking) કરાવવાની સાથે ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે.
હિતેન વિઠ્ઠલાણી/અમદાવાદ : તમે ઘરે બેસી સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરી શકશો. Whatsapp થી ગેસ સિલિન્ડર બુક કરવાની સુવિધા આખા દેશમાં શુરું થઈ ચુકી છે. સૌથી સારી વાત એ છે કે whatsapp પર ગેસ બુકિંગ (Gas Booking) કરાવવાની સાથે ગ્રાહક ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે.
દ્વારકા મંદિરના બંધ દરવાજામાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવાશે? પૂજારીએ આપી માહિતી
હવે તમને તમારા ઘરના રસોડામાં ઉપયોગ આવનાર ગેસ સિલિન્ડરના બુકિંગ માટે ફોન કરવાની જરૂરત નથી. હવે તમે એ કામ તમારા Whatsapp થી પણ કરી શકશો. ભારત પેટ્રોલિયમ (BPCL) એ પોતાના ગ્રાહક (Customer) માટે પોતાને ડિજિટલ બનાવ્યું છે. જેથી હવે તમે કોઈ પણ ચિંતા કર્યા વગર માત્ર whatsapp ચેટ થી ગણતરી ની સેકેંડો માં LPG બુક કરી શકશો. અમે બતાવીશું તમને સરળ માર્ગ.
દર ચોમાસે સૌરાષ્ટ્રના દિતલા ગામની એક જ મુશ્કેલી, સામે પાર જવું કેવી રીતે?
બીપીસીએલે દરેક રીતે એલપીજી બુકિંગ સિસ્ટમ ઓનલાઈન કરી છે. ઘરે બેઠા બેઠા હવે તમે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા ગેસ સિલિન્ડર (એલપીજી સિલિન્ડર) બુક કરાવી શકો છો. દેશભરમાં વોટ્સએપ પર ગેસ સિલિન્ડર બુક કરવાની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. સૌથી સારી વાત એ છે કે વોટ્સએપ પર ગેસ બુકિંગ (Gas Booking)ની સાથે તમે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. ભારત પેટ્રોલિયમના દેશભરમાં 71 મિલિયનથી વધુ ગેસ ગ્રાહક (Customer) છે. ગેસ વિતરણના કિસ્સામાં, ભારત પેટ્રોલિયમ ઈન્ડિયન ઓઇલ (બીપીસીએલ) પછી બીજી સૌથી મોટી કંપની છે.
કોરોનાથી સુરતના હીરા ઉદ્યોગને 40 હજાર કરોડનું નકસાન, માંડ 35% ડાયમંડ યુનિટ ખૂલ્યા છે
કેવી રીતે કરશો ગેસનું બુકિંગ?
ભારત પેટ્રોલિયમનો ભારત ગેસના નામે એલપીજી વિતરણ કરવાનો વ્યવસાય છે. કંપનીએ તેના ગ્રાહક (Customer)ને ગેસ સિલિન્ડર બુક કરવા માટે વ્હોટ્સએપ સેવા શરૂ કરી છે. એલપીજી ગ્રાહક (Customer) પોતાનો ગેસ સિલિન્ડર વોટ્સએપ નંબર 1800-22-434 પર બુક કરાવી શકે છે. આ વોટ્સએપ નંબર પર ગેસ બુકિંગ (Gas Booking) કરી શકાય છે ફક્ત તે ફોન નંબરથી જે ગેસ એજન્સીમાં નોંધાયેલ છે. આ સેવાથી લોકો માટે ગેસ સિલિન્ડર બુક કરાવવાનું હજી વધુ સરળ બનશે. જેમ જેમ વોટ્સએપનો ટ્રેન્ડ વધતો જાય છે, તેમ તેમ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે દરેક કંપની જાણવા લાગી છે.
ફરી એકવાર ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રખાઈ
આ છે બુકિંગની પ્રક્રિયા
વોટ્સએપ પર સિલિન્ડર બુક કર્યા પછી, ગ્રાહકના ફોન નંબર પર એક સંદેશ મોકલવામાં આવશે, જેમાં બુકિંગ નંબર દાખલ કરવામાં આવશે. આ સંદેશમાં, ગેસ સિલિન્ડરની પેમેન્ટની ઓનલાઇન ચુકવણી (Online payment) કરવાની લિંક પણ હશે. આ કડી પર, ગ્રાહક (Customer) સિલિન્ડરની કિંમત ડેબિટ કાર્ડ, ક્રેડિટ, યુપીઆઈ અથવા અન્ય ઓનલાઇન પેમેન્ટ થી ચુકવણી કરી શકશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર