દર ચોમાસે સૌરાષ્ટ્રના દિતલા ગામની એક જ મુશ્કેલી, સામે પાર જવું કેવી રીતે?

શેલ નદીને કિનારે આવેલ ધારી તાલુકાનું નાનકડું એવું દિતલા ગામ આવેલું છે. આ ગામના ખેડૂતોને ચોમાસુ આવે એટલે એક જ મુશ્કેલી હોય છે. સામે પાર જવુ કેવી રીતે? ખેતર ખેડના જતા ગામના 60 જેટલા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાય છે. નદી પરનો કોઝવે ડૂબી જતા નદીના નીર ઊતરવાનું નામ નથી લેતા અને દર ચોમાસે ખેડૂતો સામે કાંઠે જવાની મુશ્કેલી ભોગવે છે. 

Updated By: Aug 10, 2020, 03:10 PM IST
દર ચોમાસે સૌરાષ્ટ્રના દિતલા ગામની એક જ મુશ્કેલી, સામે પાર જવું કેવી રીતે?

કેતન બગડા/અમરેલી :શેલ નદીને કિનારે આવેલ ધારી તાલુકાનું નાનકડું એવું દિતલા ગામ આવેલું છે. આ ગામના ખેડૂતોને ચોમાસુ આવે એટલે એક જ મુશ્કેલી હોય છે. સામે પાર જવુ કેવી રીતે? ખેતર ખેડના જતા ગામના 60 જેટલા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાય છે. નદી પરનો કોઝવે ડૂબી જતા નદીના નીર ઊતરવાનું નામ નથી લેતા અને દર ચોમાસે ખેડૂતો સામે કાંઠે જવાની મુશ્કેલી ભોગવે છે. 

ધારી તાલુકાનું દિતલા ગામ શેલ નદીને કિનારે આવ્યું છે. ચાલુ ચોમાસે સારો વરસાદ પડતા સામે કાંઠે જવા માટે એક કોઝવે બનાવવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી આ કોઝવે પરથી પાણી પસાર થઈ રહ્યું છે. 60 જેટલા ખેડૂતોને સામે કાંઠે જવાની મુશ્કેલી પડી રહી છે. લોકો કેડ સુધી પાણીમાં સાહસ કરીને સામે પાર જઈ રહ્યા છે, તો કેટલાક લોકો ગામમાંથી પોતાના વાડી ખેતર તરફ જઈ રહ્યા છે. દિતલા ગામના મોટાભાગના ખેડૂતોની જમીન શેલ નદીની સામે પાર આવી હોઈ હાલ ચોમાસાની સીઝનમાં ખેડૂતોને ખેતીકામ માટે ત્યાં સુધી જવુ પડે છે. સાથે જ ચોમાસામાં કામ પણ ખૂબ જ હોય છે, પરંતુ જોખમથી નદી પાર કરવી પડે છે. ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યાં છે કે, દર ચોમાસે થતી આ મુશ્કેલી નિવારવા માટે કોઝવે બનાવ્યો તે સારી વાત છે. પરંતુ આ પુલ પાંચ ફૂટ ઊંચો કરવામાં આવે તો દિતલા અને આસપાસના ગામોને આવવા-જવાની કાયમી મુશ્કેલી દૂર થાય.

જુનાગઢમાં યુટ્યુબર ધવલ દોમડિયા સહિત 5 લોકો જુગાર રમતા પકડાયા 

ગામના એક ખેડૂત ખોડુભાઈ ઝાલાનું કહેવું છે કે, દિતલા ગામના ખેડૂતોની પોતાના વાડી ખેતર જવા માટે નદી પાર કરવી પડે છે અને જો નદીમાં જળસ્તર વધે તો 15 કિલોમીટર એટલે કે સાવરકુંડલા ફરીને સામે કાંઠે પહોંચીને ખેતર સુધી જવુ પડે છે. આ મુશ્કેલી કાયમી છે. તેને નિવારવા માટે માત્ર અને માત્ર એક જ માંગ છે કે, આ પુલ ઊંચો બનાવવામાં આવે. શેલ નદીને આ કાંઠે અને સામે કાંઠે હાથસણી, ખંભાળિયા અને ધારગણી જેવા ગામમાં આવન-જાવન કરી શકાય છે. પરંતુ હાલ ચોમાસા દરમિયાન આ કોઝવે પરથી સતત પાણી વહી રહ્યા હોઈ આસપાસના ગામના લોકોને આવવા-જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને જીવના જોખમે વાહન કોઝવે પરથી પસાર કરે તો વાહન પણ બંધ પડી જાય છે. સમગ્ર આ વિસ્તારના લોકોની એક જ માંગ છે કે, કોઝવે પર આ પુલ ઊંચો લેવામાં આવે.

ગામ લોકો માટે નદી પરની આ સમસ્યા કાયમી છે અને દર ચોમાસે દિતલા અને આસપાસના ખેડૂતો કોઝવે પરથી પસાર થવાની મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ત્યારે જો આ પુલ પાંચ ફૂટ ઊંચો લેવામાં આવે તો ચોમાસા દરમિયાન ખેડૂતો પોતાની વાડી ખેતર જઈ શકે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની આ સમસ્યાનો ક્યારે ઉકેલ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર