મંકીપોક્સ સામે લડી લેવા અમદાવાદ તૈયાર, ટેસ્ટિંગ માટે બીજે મેડિકલ કોલેજને મળી મંજૂરી
ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ભારતમાં અત્યાર સુધીમાં 4 મંકીપોક્સ વાયરસનાં દર્દીઓ નોંધાયા છે. ત્યારે હવે મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે હવે અમદાવાદ તૈયાર થઈ ગયુ છે. ICMR એ ગુજરાતમાં મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજને મંજૂરી આપી છે. મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે મંજૂરી મેળવનાર અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ પ્રથમ લેબ બની છે.
અતુલ તિવારી/અમદાવાદ :ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં મંકીપોક્સનું સંક્રમણ વધતાં WHOએ વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી છે. ભારતમાં અત્યાર સુધીમાં 4 મંકીપોક્સ વાયરસનાં દર્દીઓ નોંધાયા છે. ત્યારે હવે મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે હવે અમદાવાદ તૈયાર થઈ ગયુ છે. ICMR એ ગુજરાતમાં મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજને મંજૂરી આપી છે. મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે મંજૂરી મેળવનાર અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ પ્રથમ લેબ બની છે.
હવે જો ગુજરાતમાં મંકીપોક્સનો કેસ આવે તો દર્દીનાં સેમ્પલ કલેક્ટ કરી અમદાવાદમાંથી જ રિપોર્ટ મેળવી શકાશે. બી.જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગને ICMR એ મંકીપોક્સ વાયરસની ખરાઈ કરવા RTPCR કીટ ઉપલબ્ધ કરાવી છે. હાલના તબક્કે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગમાં 40 દર્દીઓના ટેસ્ટ કરી શકાય તે માટે તમામ તૈયારીઓ કરી લેવાઈ છે.
આ પણ વાંચો : મંકીપોક્સથી ગુજરાતમાં એલર્ટ! સિવિલમાં ઉભો કરાયો સ્પેશિયલ વોર્ડ
માઇક્રોબાયોલોજી વિભાગના હેડ ડોક્ટર નીતા ખંડેલવાલે આ વિશે કહ્યું કે, વિશ્વમાં જે મુજબ મંકીપોક્સનાં કેસો વધી રહ્યા છે એને ધ્યાને લઈ ICMR દ્વારા તમામ ધારાધોરણો મુજબ RTPCR કીટ આપવામાં આવી છે. એક અઠવાડિયા પહેલાં ICMR એ બી જે. મેડિકલ કોલેજને કીટ આપી હતી, પ્રક્રિયાના ભાગરૂપે ક્વોલિટી કંટ્રોલ કરીને ફાઈલ ICMR ને મોકલવામાં આવી હતી. ક્વોલિટી કન્ટ્રોલનાં પરિણામ બાદ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજને મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગ માટે પરવાનગી મળી.
આ પણ વાંચો : રાજકોટમાં રોગચાળો વકર્યો, બીમારીઓના ઝપેટમાં આવવાથી બચવુ હોય તો આટલું પહેલા કરો
અમદાવાદ સિવિલ હોસ્પીટલ અથવા અન્ય કોઈપણ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી આવે એટલે સેમ્પલ કલેક્ટ કરીને બી.જે.મેડિકલ કોલેજમાં તેનો ટેસ્ટ થશે. ડોક્ટર નીતા ખંડેલવાલે જણાવ્યું કે, મંકીપોક્સ વાયરસનાં દર્દીઓના શરીર પર ફોલ્લાં પડતા હોય છે, એ ફોલ્લાનાં લિક્વીડનો સ્વોબ લેવાનો રહેતો હોય છે. એ સિવાય દર્દીનું બ્લડ અને યુરિન સેમ્પલ પણ કલેક્ટ કરવાનું રહે છે. દર્દીનાં સેમ્પલ આવે એટલે સૌ પ્રથમ DNA એક્સ્ટ્રકશન કરવામાં આવશે, ત્યારબાદ RTPCR ટેસ્ટ કરીશું. દર્દીનાં રિપોર્ટ ગ્રાફ સ્વરૂપે અમને મળશે, કોરોનાની જેમ મંકીપોક્સમાં પણ સિટી વેલ્યુના આધારે દર્દીનો રિપોર્ટ જાહેર થતો હોય છે.
આ પણ વાંચો : આફ્રિકામાં બે ગુજરાતી ભાઈઓ પર હુમલો, નીગ્રો લૂંટારુઓએ એક ભાઈને ગોળીથી વીંધી નાંખ્યો
એક દર્દીનો રિપોર્ટ તૈયાર થતા અંદાજે 16 કલાક જેટલો સમય લાગતો હોય છે. 5 થી 6 લોકોની ટીમ આ ટેસ્ટની સમગ્ર પ્રક્રિયામાં સામેલ હોય છે, જેમાં ટેકનિશિયન અને ડોક્ટરોનો સમાવેશ થતો હોય છે. કોરોનાની જેમ મંકીપોક્સ હવાથી નથી ફેલાતો, પરંતુ મંકીપોક્સ વાયરસનાં ટેસ્ટિંગમાં પણ અમારે તમામ સાવચેતીઓ રાખવી પડે છે. મંકીપોક્સ વાયરસનો હજુ વેસ્ટર્ન ઇન્ડિયાનાં કોઈ કેસ આવ્યો નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે 40 ટેસ્ટ હાલ કરવા માટે બી.જે. મેડિકલ કોલેજ સક્ષમ છે. ભવિષ્યમાં વધારે કિટની જરૂર ઊભી થશે તો એના માટે પણ ICMR દ્વારા કીટ ઉપલબ્ધ કરાવાશે.