પ્રવાસીઓને આકર્ષવા રાજ્ય સરકારનું નવું આયોજન, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાશે આ કાર્યક્રમ
સરદારની પ્રતિમાને જોવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઇને તેમની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે.
કેવડિયા: વાઘા બોર્ડર પર થતી પરેડને જોવાનો પોતાનો એક લહાવો છે. દેશ વિદેશથી ઘણા લોકો આ પરેડને જોવા માટે અચૂક જતા હોય છે. પરંતુ એવા ઘણા પ્રવાસીઓ છે. જેમને વાઘા બોર્ડરની પરેડ નજરે નિહાળી શકતા નથી. તેમને હવે આ પરેડ જોવા માટે વાઘા બોર્ડર જવું નહી પડે. ત્યારે હવે આ વિશાળ પ્રતિમાની સાથે જ લોકો આવનારા સમયમાં વાઘા બોર્ડર જેવી પરેડ પણ જોઇ શકશે.
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો કેવડિયા આવી રહ્યા છે. સરદારની વિશાળ પ્રતિમાને જોવાનો લોકોનો આ ઉત્સાહ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોને આગળ વધારતા હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ આવનારા સમયમાં વાઘા પરેડ જેવી પરેડ પણ જોવા મળી શકે છે.
સરદારની પ્રતિમાને જોવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઇને તેમની સુરક્ષા અંગે પણ ચિંતા વધી છે. અને એટલે જ સરકાર એસઆરપીના ખડતલ 30 જવાનોની ટુકડી બનાવવાની છે. હાલ જે બાઉન્સરો સુરક્ષા કરે છે. તેમની અનેક ફરિયાદો ઉઠી રહી છે. જેથી સરકાર દ્વારા એક એસઆરપીનું 30 જવાનોનું સુરક્ષા ગ્રુપ તૈયાર કરવા ગૃહ વિભાગને સૂચના મળી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓને સુરક્ષાને લઇને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અને જ્યારે વાઘા બોર્ડર જેવી પરેડ શરૂ થશે. તો પ્રવાસીઓની સંખ્યામાં વધારો જરૂરથી થવાનો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું આકર્ષણ વધારવા માટે સરકાર વાઘા બોર્ડરની જેમ પરેડનું આયોજન કરવાની છે. સરકાર એસઆરપીના ખડતલ 30 જવાનોની ટુકડી બનાવવાની છે. કેવડિયામાં સરદારની વિશાળ પ્રતિમાને જોવા માટે દેશ વિદેશની પ્રવાસીઓ આવી રહ્યા હતા અને તેમની સુરક્ષા પણ જરૂરી છે. ત્યારે હાલ જે બાઉન્સરો સુરક્ષા કરે છે. તેમની અનેક ફરિયાદો ઉઠી રહી છે. જેથી સરકાર દ્વારા એક એસઆરપીનું 30 જવાનોનું સુરક્ષા ગ્રુપ તૈયાર કરવા ગૃહ વિભાગને સૂચના મળી છે.