ઝી ન્યૂઝ/બોટાદ: દક્ષિણ સૌરાષ્ટ્રમાં વિહરતા સિંહ હવે અમદાવાદના પાદરમાં દસ્તક દેવા લાગ્યા છે. અમદાવાદ જિલ્લાને અડીને આવેલા બોટાદ જિલ્લાને સિંહોએ પોતાનું નવું ધર બનાવ્યું છે અને હવે એને ત્યાં ફાવી ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદથી 150 કિલોમીટર દૂર સિંહના ધામા જોવા મળતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. બોટાદના ગઢડા તાલુકામાં સિંહ દેખાયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગઢડાના ગ્રામ્ય પંથકમાં સિંહ દેખાયાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. વાયરસ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સિંહ રસ્તા પર બેઠો હતો ત્યારે વાહન ચાલકે વીડિયો બનાવ્યો હતો. વાહન નજીક જતા સિંહ રસ્તા પરથી નીચે ઉતરી ગયો હતો.



નોંધનીય છે કે, ગઢડાના સાત હનુમાન આશ્રમ નજીક આવેલા તળાવ પાસેનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બીજી બાજુ RFOએ ગઢડા પંથકમાં સિંહ દેખાયો હોવાની પુષ્ટિ કરી છે.