Surat News ચેતન પટેલ/સુરત : 15 લાખની ખાસ મશીન માત્ર 1 મિનિટમાં જણાવી દેશે કે કોણે ડ્રગ્સ લીધું છે. ડ્રગ્સ લેતા લોકો માટે આ મશીન મોટો ખતરો બનીને તૈયાર છે. આ મશીન માત્ર કેટલીક સેકન્ડમાં જ એ જણાવી દેશે કે કોણે ડ્રગ્સ લીધા છે. સુરતમાં ડ્રગ્સ પાર્ટી અને રેવ પાર્ટી કરતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી દરમિયાન જો કોઈ એવી પાર્ટીનું આયોજન કરી રહ્યું હોય તો તેમને એલર્ટ રહેવાની જરૂર છે.


  • ડ્રગ્સ તપાસ માટે સ્પેશિયલ કીટ વાપરવામાં આવશે

  • એક મિનિટની અંદર ડ્રગ્સ અંગેનો રિપોર્ટ આવી જશે

  • દરેક ફાર્મ હાઉસ અને હોટલ પર બાજ નજર રાખવામાં આવશે

  • ટીમ જે તે સ્થળ પર તાત્કાલિક એન્ટી નાર્કોટિક્સ કીટ સાથે પહોંચી જશે

  • એક કીટની કિંમત 15 લાખ રૂપિયા

  • આ વર્ષે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવશે

  • રિહેબીલીટી સેન્ટર પણ કાર્યરત કરાયું

  • 6 અલગ- અલગ સંસ્થાઓ સેવા આપશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂ યર પાર્ટી પર નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની નજર
સુરત શહેરમાં રોજે રોજ વધતા ડ્રગ્સના કેસો અને તેનો યુવા પેઢી પર પડતો પ્રભાવ ધ્યાનમાં રાખીને, સુરત પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ સાધન છે. આ સાધનની ખાસિયત એવી છે કે તે માત્ર 60 સેકન્ડમાં જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે. ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ એક મોટો ચેતવણી સમાન છે. 


BZ ગ્રુપનાં કૌભાંડનો વધુ એક સ્ફોટક ખુલાસો, કોંગ્રેસે આપ્યો મોટો પુરાવો


આ રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રૅપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને Drugs Detection Analyzer કહેવામાં આવે છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટ પાસે Drugs Detection Analyzer મશીન છે, જે વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે તે સરળતાથી ક્યાંય પણ લઈ જવામાં આવી શકે છે. આ એક પ્રકારનું મોબાઈલ રૅપિડ ડ્રગ્સ સ્ક્રિનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. પોલીસને કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધાનો સંદેહ હોય, તો મશીન સાથેના કિટમાં સલાઈવા લેવાનું સાધન છે. તે સાધનનો ઉપયોગ કરીને તે વ્યક્તિના મોંમાંથી સેમ્પલ લેવામાં આવે છે. તે સેમ્પલ મશીનમાં નાખ્યા પછી માત્ર 60 સેકન્ડમાં ખબર પડી જાય છે કે તે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં.


ગુજરાત પોલીસનું પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ
એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ પોલીસ દ્વારા ચલાવવામાં આવતું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ છે. અહીં NDPSના કેસો હેન્ડલ કરવામાં આવશે અને NGO તથા વિવિધ સંસ્થાઓ સાથે મળીને ડ્રગ્સના આદિ લોકોને રિહેબિલિટેટ કરવા માટે પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે. આ યુનિટનો મુખ્ય ઉદ્દેશ ડ્રગ્સના આધિન રહેલા લોકોને આ આદત છોડી શકવામાં મદદ કરવાનો છે. 


જાંબાઝ સ્નિફર ડોગ! અથાણા અને રસગુલ્લાના ડબ્બામાં સંતાડેલો ગાંજાનો જથ્થો પણ શોધ્યો


પહેલા 7 દિવસમાં રિપોર્ટ આવતો, હવે 60 સેકન્ડમાં ખબર પડી જશે 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર અમે માનવ સર્વેલન્સ, ડ્રોન અને આ ખાસ Drugs Detection Analyzer મશીનની મદદથી તે જગ્યાઓ પર રેડ કરીએશું, જ્યાં ડ્રગ્સ પાર્ટી કે રેવ પાર્ટી ચાલી રહી હોવાની માહિતી મળશે. આ મશીન મૂવેબલ છે, એટલે કે તે ક્યાંય પણ લઈ જઈ શકાય છે અને તરત જ કોઈ પણ વ્યક્તિની તપાસ કરી શકાય છે. માત્ર 60 સેકન્ડમાં આ મશીન જણાવી દે છે કે કોણે ડ્રગ્સ લીધા છે કે નહીં. પહેલાના સમયમાં લોહીના સેમ્પલ લઈને રિપોર્ટ માટે 7 દિવસ જેટલો સમય લાગતો હતો, પરંતુ હવે આ મશીનથી એક સાથે ઘણી વ્યક્તિઓના ટેસ્ટ તાત્કાલિક કરી શકાય છે. આ મશીનની કિંમત અંદાજે 15 લાખ રૂપિયા છે અને આગામી સમયમાં આવી વધુ મશીનો મંગાવવામાં આવશે.


ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા સામે ફરિયાદ