ગણેશ ગોંડલને ખોડલધામના કાર્યક્રમમાં કેમ બોલાવ્યો? એવું કહેનારા પાટીદાર નેતા સામે ફરિયાદ
Ganesh Gondal At Khodaldham : ગોંડલમાં પાટીદાર આગેવાન રાજુ સખીયા સામે કેસ... ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ ગોંડલની હાજરીને લઈને વિવાદ.... અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા રાજુ સખીયાનો ઓડિયો વાયરલ.. બે સમાજ વચ્ચે વૈમનષ્ય ઉભુ કરવાનો આરોપ...
Trending Photos
Gondal News : સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજમાં જાણે પલીતો ચંપાયો હોય તેવો માહોલ છે. પાટીદારોમાં ડખા સામે આવી રહ્યાં છે. ત્યારે હવે રાજકોટના ગોંડલમાં પાટીદાર આગેવાન રાજુ સખીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી મામલે અભદ્ર ટિપ્પણી કરનાર રાજુ સખિયા સામે ગુનો દાખલ કરાયો છે. બંને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવી ભાષામાં વાત કરી હોવાનો આરોપ તેમના પર મૂકાયો છે. રાજુ સખીયા સામે ગોંડલ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ. ગોંડલના રાજુ સખીયાએ ખોડલધામ સમિતિના કાર્યકર રાજુ સોજીત્રાની વાતચીત વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
શું છે સમગ્ર મુદ્દો
તાજેતરમાં ખોડલધામ ખાતે સ્નેહમીલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહેમાન તરીકે ગણેશ ગોંડલ ઉર્ફે જયોતીરાદિત્યસિંહ જાડેજાને આમંત્રિત કરાયા હતા. જેના બાદ ગોંડલના પાટીદાર નેતા રાજુ સખીયાએ ખોડલધામનાં રાજુભાઈ સોજીમાને ધમકી આપી હતી કે, તમે ગણેશ ગોંડલને કાર્યક્રમમાં કેમ બોલાવ્યા. ત્યારે બંનેની ચર્ચાની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી, જેમાં રાજુ સખીયા ધમકી આપી રહ્યાં છે. આ બાદ આ મામલે જેતપુરમાં રહેતા વેપારી ઘનશ્યામભાઈ સોરઠીયાએ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસમાં રાજુ સખીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં ભડકાવ, આપત્તિજનક, તથા લેઉવાપટેલ સમાજ તથા ક્ષત્રીય સમાજ બન્ને સમાજ વચ્ચે વૈમેનસ્ય ફેલાય તેવા ઉશ્કેરણી જનક ધમકી આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. બે સમાજ વચ્ચે વેમનસ્ય ફેલાઇ તેવું કૃત્ય કરવાને લઈને ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 192,196(એ) 353 મુજબ ફરિયાદ દાખલ કરાઈ છે.
ઓડિયો ક્લિપમાં શું બોલ્યા
રાજુ સખીએ રાજુભાઈ સોજીમાને કહ્યું હતું કે, ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં ગણેશ ગોડલને કેમ બોલાવ્યા, લેવા પટેલ સમાજના કાર્યક્રમમાં બીન પટેલને કેમ બોલાવો છો. હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોડલ કે ક્ષત્રીય સમાજના કે અન્ય કોઈ સમાજના લોકોને બોલાવશો તો પોતે અથવા અમારી ટીમ સાથે આવીને કોઈ કાર્યક્રમ નહી થવા દઈએ જરૂર પડયે હિંસા પણ કરીશુ.
સંજય પાદરિયા નોટિસ મુક્ત
સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને પી.આઈ સંજય પાદરીયા વચ્ચેના વિવાદનો મામલે તપાસનીશ અધિકારી બી.જે.ચૌધરી સમક્ષ પીઆઇ સંજય પાદરીયા હાજર થયા હતા. જેમાં સંજય પાદરીયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પી.આઈ સંજય પાદરિયાને નોટિસ પાઠવી મુક્ત કરાયા છે. પોલીસ દ્વારા અગાઉથી જ કોર્ટમાં હત્યાના પ્રયાસની કલમ હટાવવા રિપોર્ટ કરવામાં આવ્યો છે. હત્યાના પ્રયાસની કલમ હટાવવા સંદર્ભે કોર્ટે પોલીસને સમરી ભરવા કહ્યું હતું. આગામી સમયમાં પોલીસ દ્વારા હત્યાના પ્રયાસની કલમ હટાવવા સંદર્ભે સમરી ભરવામાં આવશે અથવા તો ચાર્જ ફ્રેમ સમયે હત્યાના પ્રયાસની કલમ હટાવવામાં આવશે. તો બીજી તરફ પી.આઈ સંજય પાદરીયા સાત દિવસ બાદ પોતાના ઘરે પહોંચતા સમર્થકો અને પાડોશીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું ષ્પમાલિકા તેમજ ફટાકડા ફોડીને, મોં મીઠું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ, ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા દ્વારા સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા મામલે નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં જયંતિ સરધારાએ સોપારી લીધી છે તેમજ જમીનોના વહીવટ કર્યાની મીટીંગ ગોઠવી છે તે પ્રકારના આક્ષેપ લગાવ્યા હતા. જેને લઇને આ તમામ આક્ષેપોને જયંતિ સરધારા દ્વારા નકારવામાં આવ્યા હતા ઉપરાંત જયંતિ સરધારાએ જણાવ્યું હતું કે હું ખોડલધામ અને સરદારધામ બંને સાથે સંકળાયેલો છું. તેમજ દિનેશ બાંભણિયાને હું માત્ર નામથી જ ઓળખું છું અને છતાં પણ તેમના પાસે મારા વિરુદ્ધ જમીન કૌભાંડના પુરાવા હોય અથવા મેં સોપારી લીધી હોય તેવા એક પણ પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરે તો હું જાહેર જીવન છોડવા માટે તૈયાર છું. તેમજ જયંતિ સરધારાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેમાં હત્યાની કોશિશ સહિતની અમુક કલમો પોલીસ દ્વારા હટાવવામાં આવી રહી છે તે અંગે તેમને જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે