ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો BZ ગ્રુપનાં કૌભાંડમાં તસવીરો સાથે પુરાવો

BZ Group Scam: કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાની ભાજપના નેતાઓ સાથેની તસવીરો રજૂ કરી... સાથે જ ભાજપ અને તેની ભગિની સંસ્થાઓનાં લોકો કૌભાંડમાં ભાગીદાર હોવાના આરોપ કોંગ્રેસે લગાવ્યો 
 

ભાજપમાંથી કોણ કોણ ગયું હતું ભુપેન્દ્રસિંહની ઓફિસમાં? કોંગ્રેસે આપ્યો BZ ગ્રુપનાં કૌભાંડમાં તસવીરો સાથે પુરાવો

BZ Group Scam: BZ કૌભાંડ મામલે CID ક્રાઈમે 6,000 કરોડની ફરિયાદ નોંધી છે. તો આગામી સમયમાં કૌભાંડની રકમમાં વધારો થઈ શકે છે. પોન્ઝી સ્કીમની લોભામણી લાલચ આપીને ભુપેન્દ્ર ઝાલાએ અનેકોને છેતર્યા. ત્યારે BZ ગૃપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને રોજબરોજ અવનવા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે. હવે કોંગ્રેસે કૌભાંડી ભુપેન્દ્ર ઝાલાનું ભાજપ કનેક્શન શોધી કાઢ્યું છે. ભુપેન્દ્ર ઝાલાની અનેક ભાજપી નેતાઓ સાથેની તસવીરો કોંગ્રેસે રજૂ કરી છે. 

કોંગ્રેસનાં પ્રવકતા પાર્થિવરાજ સિંહ કઠવાડીયાએ BZ ગ્રુપ નાં કૌભાંડ મુદ્દે કેટલાક સ્ફોટક પુરાવા જાહેર કર્યા છે. જેમાં ભાજપ અને તેની ભગિની સંસ્થાઓનાં લોકો કૌભાંડમાં ભાગીદાર હોવાના આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ગાંધીનગરની BZ ગ્રુપ ઓફિસનો એજન્ટ અમન સિંહ ચાવડા પૂર્વ ABVP પ્રદેશનો સહમંત્રી સહિત અનેક હોદ્દાઓ ભોગવી ચૂક્યો છે.

 અમનસિંહ ચાવડાનાં અનેક નેતાઓ સાથે ફોટા સામે આવ્યા છે. સાથે જ તેમણે અમનસિંહ ચાવડા અને ભુપેન્દ્ર ઝાલાની તસવીરો રજૂ કરી છે. અમનસિંહ ચાવડા મે મહિનામાં જ સેક્ટર ૧૧ BZ ફાયન્સના ઓફિસ શરૂ કરી હતી. ગાંધીનગર BZ ગ્રુપ ની ઓફિસના ઉદ્ઘાટન માં અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે, પોલીસ આ અંગે તપાસ કરી અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરવી જોઇએ. ગાંધીનગર સ્થિત BZ ગ્રુપની ઓફિસ સ્વર્ણિમ સંકુલથી માત્ર 500 મીટર દૂર છે. સીઆઇડી ક્રાઇમની ઓફિસથી પણ નજીક છતાં હજુ કેમ તપાસ નથી થઈ? સચિવાલય અને સીઆઇડી ક્રાઈમથી ચાલીને જઈ શકાય એટલે દૂર ઓફિસ આવેલી છે. BZ નો આ એજન્ટ ભાજપ સાથે જોડાયેલ abvp માં પણ રહી ચૂક્યો છે. ફોટોમાં પણ દરેક બાબતો દેખાઈ રહી છે. અમન ચાવડા ભૂપેન્દ્ર ઝાલાના ડાયરામાં પણ પૈસા ઉડતો દેખાય છે અને ફેસબુકમાં ભૂપેન્દ્ર ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો. બીઝેડમાં શું આ લોકોની ભાગીદારી છે? આવનારા સમયમાં અમે ગૃહમંત્રી અને ડીજીપીને રજુઆત કરીશું. 

કૌભાંડમાં નવો મેસેજ વાયરલ થયો
બીઝેડ ગ્રુપ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં હવે બીઝેડના સમર્થકો દ્વારા રોકાણકારોને કરવામાં આવેલ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. ‘ઇન્વેસ્ટર્સના પૈસા ક્યાયજ નહીં ડૂબે બસ પબ્લિક ફેવરમાં રહેજો...’ નો મેસેજ ફરતો થયો છે. સાથે જ તેમાં ‘મીડિયા કે રાજકારણના ગોલાઓની વાતોમાં ના આવતા’ હોવાનો મેસેજમાં ઉલ્લેખ કરાયો છે. સ્થાનિક ગ્રુપ અને સોશિયલ મીડિયામાં આ મેસેજ ફરતો થયો છે. 

શું થે વાયરલ થયેલો મેસેજ 
ખાસ સૂચના : ઇન્વેસ્ટર્સ ને જણાવવાનું કે કોઈ કોઈના પૈસા ક્યાંય જ નહિ ડૂબે , બસ પબ્લિક ફેવર માં રેજો, મીડિયા, કે ( રાજકારણ ના ગોલા ) ઓ ની વાતો માં ના આવતા.. જો આ મીડિયા અમુક  ( સરકારના ચમચા )ઓની વાતો માં આવી ને જો કોઈ આડું આવડું પગલું ભર્યું તો સરકાર તમને ખોટી લાલચે આપી ને બધું જપ્ત કરી લેશે. ને બધું ફંડ સરકાર માં જમાં કરી લેશે, ઇન્વેસ્ટર્સ ને કઈ જ નઇ આપે એટલે ખાસ સૂચના... કે કોઈએ આડું અવળું પગલું ભરવું નહિ. એક હૈ તો સેફ હૈ. સપોર્ટ Bz ભુપેન્દ્રસિંહ ઝાલા 

એક તરફ સીઈઓ ભૂગર્ભમાં, બીજી તરફ મિલકતોનો ખુલાસો
ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક કરોડોની જગ્યા મળી આવી છે. મોડાસાના સજાપુર ગામના સીમાડામાં તેણે બે હેક્ટર જમીન ખરીદી હતી. વર્ષ ૨૦૨૩ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે આ જમીનના દસ્તાવેજ થયા છે. ૧૦ વીઘા જમીન કરોડોમાં રખાઈ હતી. તલાટીએ જણાવ્યું કે, ખાતા નંબર ૩૭૮ માં સર્વે નંબર ૧૮૨,૧૮૩ માં જમીન રાખી હતી. રોકાણકારોના રૂપિયાનું રોકાણ સતત છેલ્લા એક વર્ષથી કરાયું. 

સીઆઇડી ક્રાઇમ દ્વારા રોકાણકારો સુધી પહોંચવા લાગી છે. અનેક રોકાણકારોના ઘરે પહોંચી નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. ત્રણ દિવસથી અનેક રોકાણકારોના નિવેદન લેવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે. નામ જાહેર ના થાય એ રીતે રોકાણકારો સીઆઈડી સમક્ષ વિગતો રજૂ કરી છે. મોટા રોકાણકારો હજુ પણ નિવેદન નોંધાવવા માટે અસમંજસ સ્થિતિમાં છે. સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમોએ ખાનગી ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. ભૂપેન્દ્ર ઝાલા અને બીઝેડ ગ્રુપ સામે મજબૂત ગાળિયો કસાઈ રહ્યો છે. બીઝેડ ગ્રુપના ઉઠમણાની શક્યતા પહેલા જ સીઆઈડીએ કાર્યવાહી કરી છે. જાણવા મળ્યું કે, દરોડાને લઈ વધુ ફસાતા રોકાણકારોના નાણાં સુરક્ષિત રહ્યાં છે. આમ કાર્યવાહી મોડી થતી એટલા વધુ પૈસા રોકાણકારોના વધારે ફસાતા હતા. રોકાણકારો ફસાયાનો અહેસાસ થતા હવે સીઆઈડી સમક્ષ નિદેનન જાહેર કરવા લાગ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news