ઝી બ્યુરો/સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં પ્રાઇમ આર્કેડ નજીક ચપ્પુની અણીએ વૃદ્ધ દંપતીને બંધક બનાવી 7 લાખની લૂંટ કરી લૂંટારુ ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ રાંદેર પોલીસને થતા ઉચ્ચ પોલી સહિતનો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં લૂંટારો કેદ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂપેન્દ્ર પટેલની લોકોને વધુ એક રાહત, હવે વ્યાજખોરોની ચુંગાલમાંથી મળશે મુક્તિ


જ્યારે વહેલી સવારે જ સવારે ત્રાટકેલા બુકાનીધારી ચાર લૂંટારૂઓ લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં પોલીસે બાતમીના આધારે આરોપી પૈકી એકને ઝડપી પાડી જેલભેગો કર્યો હતો. જેની પાસેથી રોકડ, પક્કડ, ચપ્પુ સહિતના સાધનો કબ્જે કર્યા હતા. 


વરરાજાનો વટ : 100 લક્ઝુરિયસ કાર વચ્ચે બળદગાડામાં વરરાજા આવ્યા, 2 કિમી લાંબી જાન


વહેલી સવારે જ સુરતના અડાજણ પ્રાઈમ માર્કેટ નજીક મેન રોડ પર જ આવેલા એક મકાનમાં વૃદ્ધ દંપતીને ચપ્પુ ની અણીએ બંદક બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.રાંદેર રોડ સ્થિત નવયુગ કોર્મસ કોલેજના નિવૃત્ત પ્રોફેસર શીવરામ કે.પટેલ અને તેમની પત્ની સવારે સાત વાગ્યાના અરસામાં ઘરકામમાં વ્યસ્ત હતા. તે દરમિયાન પાંચ બુકાનીધારી લૂંટારૂ ઘરમાં ઘૂસી જઇ ચપ્પુની અણીએ શીવરામભાઇ અને તેમની પત્નીને બાનમાં લઇ બંધક બનાવી ઘરમાંથી રોકડા રૂ.7 લાખની મત્તા લૂંટી લીધા હતા. 


જ્યાં લોકો સારવાર લેવા જાય છે તે સ્થળ પરથી જ પ્રેમી યુગલની લાશ મળતા ખળભળાટ


પાંચ પૈકી એક લૂંટારૂ વોચમાં બહાર બાઇક લઇ ઉભો હતો જયારે ચાર જણા લૂંટ કરી બે પલ્સર બાઇક પર બેસીને ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ, ક્રાઇમ બ્રાંચ,પીસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પોલીસે આસપાસના તમામ વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. 


દાળ બનાવતી વખતે આ એક ભૂલ તમારા પેટને બનાવી શકે છે પ્રેશર કૂકર, આ રીતે બનાવો દાળ


સીસીટીવી ફૂટેજમાં દેખાયેલ લૂંટારુઓ પૈકી એક આરોપી લિબાયતનો હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે મોહમદ ઉબેદ મોહમદ સિદ્દીકી ની ધરપકડ કરી હતી. જેની પાસેથી રોકડ, પક્કડ, ચપ્પુ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મોહમદ ઉમેડ એ ઘરનું કબાટ ખોલી તેમાંથી રૂપિયા કાઢ્યા હતા. જો કે આલૂંટ પાછળ કોઈ જાણ ભેદુ નો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાય રહી છે. મુખ્ય આરોપી હજી પણ પોલીસ ગિરફતથી ભાગી રહ્યો છે.