દાળ બનાવતી વખતે આ એક ભૂલ તમારા પેટને બનાવી શકે છે પ્રેશર કૂકર, જાણો હેલ્દી રીતે દાળ બનાવવાની રીત

Right way to prepare Dal : દાળ બનાવતા સમયે આપણે કેટલીક સાવચેતી નાખવાની હોય છે કારણ કે ખોટા સમયે દાળમાં મીઠું અને હળદર નાખવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. 
 

દાળ બનાવતી વખતે આ એક ભૂલ તમારા પેટને બનાવી શકે છે પ્રેશર કૂકર, જાણો હેલ્દી રીતે દાળ બનાવવાની રીત

નવી દિલ્હીઃ Right way to prepare Dal : જ્યારે પણ ઘરમાં જમવાની વાત થતી હોય છે ત્યારે દાળ-ભાતનું નામ અચૂક આવે છે. દાળ-ભાતમાં ભલે તમને સાદુ ભોજન દેખાતું હોય પરંતુ આ સાદુ ભોજન ઘણું પોષ્ટિક છે. થાળીમાં દાળનું એક આગવું જ મહત્વ છે. દાળની ખુબી ભલે તમને ખબર ન હોય પરંતુ આ સૌથી વધુ પૌષ્ટિક અને હેલ્દી ફૂડ્સમાંથી એક છે. અમુક લોકો તો દિવસમાં એક વખત તો દાળ ખાઈ જ છે. પરંતુ શું તમે જાણો છો કે, દાળ બનાવતા સમયે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે, ખોટા સમયે મીઠું અને હળદર નાખવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ઘણા લોકો ગેસ પર દાળ ચડાવતાની સાથે જ હળદર, મીઠું અને પાણી નાખી દેતા હોય છે. પરંતુ આ યોગ્ય રીત નથી. કેમ કે, તેનાથી તમને દાળના 100 ટકા ગુણ નહીં મળે. આજે અમે તમને જણાવીશું કે, દાળના 100 ટકા ગુણ મેળવવા માટે મીઠું અને હળદર નાખવાનો સાચો સમય કયો છે.

જો તમે રોજ કઠોળ બનાવો છો તો તમે કદાચ આ વાતથી વાકેફ હશો. પરંતુ તેમ છતાં તમારે જાણવું જોઈએ કે, કઠોળ બનાવવાની સાચી રીત કઈ છે. તમારે સૌપ્રથમ દાળને 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખો અને પછી જ દાળને કૂકરમાં મુકો. આ સાથે તમારે પાણીની માત્રા બમણી રાખવી જોઈએ. હવે તેમાં મીઠું, હળદર અને એક ચમચી તેલ નાખો અને જરા પણ વિલંબ કર્યા વગર ગેસ ચાલુ કરો. પછી એક સીટી વાગ્યા પછી ગેસ બંધ કરી દો. હવે તમારે કૂકરનું પ્રેશર છૂટે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.

ઘણા લોકો માને છે કે, કૂકરમાં દાળ ઝડપથી પાકતી નથી. જો તમે ખોટી રીતે ઢાંકણું બંધ કરો તો આવું થાય છે. જો તમારી દાળ બરાબર રંધાઈ નથી તો તમારે દાળ બનાવતા પહેલા કૂકરનું રબર ચેક કરી લેવું જોઈએ. કૂકરની સીટી વાગે તો પણ તમારી દાળ બરાબર રંધાશે નહીં. ઘણી વખત દાળને રાંધવામાં સમય લાગે છે, તેથી તમારે દાળને તૈયાર કરતા પહેલાં અડધો કલાક પલાળી રાખવી જોઈએ.

જો તમારા કૂકરમાંથી પાણી ઘણી વખત બહાર આવે છે, તો તેની પાછળનું કારણ પાણી અથવા દાળની વધુ માત્રા છે. એટલા માટે જરૂરી છે કે, તમે કૂકરમાં કઠોળ અને પાણીનું યોગ્ય મિશ્રણ નાખો. જો તમારું ગેસ બર્નર મોટું હોય અને કૂકર નાનું હોય તો પણ તમારા કૂકરમાંથી પાણી આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news