ગૌરવ પટેલ/અમદાવાદ :દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પણ પડેલા જોવા મળ્યાં. 7મી જાન્યુઆરીના રોજ અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા.  આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણી (Nikhil Savani) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આજે તેઓને એસવીપીમાંથી ડિસ્ચાર્જ કરાયા અને ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી સત્તાધારી ભાજપ સરકાર અને ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP પર ગંભીર આરોપ લગાવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિખિલ સવાણીએ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓ પર આરોપ મૂકતા કહ્યું કે, પોલીસ અધિકારીઓની હાજરીમાં આ ઘટના ઘટી હતી. તેમ છતાં હજુ સુધી કાયદેસરની ફરિયાદ દાખલ કરાઈ નથી. મારા પર ટાર્ગેટ કરી હુમલો કરાયો છે. આ ષડયંત્ર પૂર્વયોજિત હતું. પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું કે, તમે મારી ફરિયાદ કેમ દાખલ કરતા નથી? ગંભીર ઈજાઓ છતાં ફરિયાદ દાખલ કરાતી નથી. જો પોલીસતંત્ર લીગલ કાર્યવાહી નહીં કરે તો અમે કોર્ટના શરણ જઈશું. 


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....