અમદાવાદઃ અમદાવાદ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. અહીં દરરોજ 2500-350 જેટલા કેસો સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં 343 કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા 15 હજારને પાર પહોંચી ગઈ છે. હવે અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા 15,305 થઈ ગયા છે. તો ગુજરાતમાં સૌથી વધુ મૃત્યુઆંક પણ અમદાવાદમાં નોંધાયો છે. આજે વધુ 26 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં કુલ મૃત્યુઆંક 1100ની નજીક
અમદાવાદમાં કોરોના કેસથી સૌથી વધુ લોકોના મૃત્યુ થયા છે. અહીં મૃત્યુઆંક પણ ચિંતાજનક છે. આજે નવા 26 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 1092 લોકોના મૃત્યુ થયા છે. 


જિલ્લામાં અત્યાર સુધી 10,644 લોકો ડિસ્ચાર્જ
અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 15 હજાર 305 પર પહોંચી છે. તો અત્યાર સુધી સારવાર બાદ 10,644 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અમદાવાદ જિલ્લામાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 3569 છે. 


રાજ્યસભા ચૂંટણીઃ જ્યારે કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરે તો શું થાય? જાણો કાયદાની જોગવાઈ  


શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કેસોની કુલ સંખ્યા 21,554 પર પહોંચી છે. તો અત્યાર સુધી કુલ 1347 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ કુલ 14743 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર