રાજ્યસભા ચૂંટણીઃ જ્યારે કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરે તો શું થાય? જાણો કાયદાની જોગવાઈ


આગામી 19 જૂને ગુજરાતમાં રાજ્ય સભાની ચાર સીટો માટે મતદાન થવાનું છે. આ પહેલા જોડ-તોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. તો રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ધારાસભ્યોને મતદાન અંગે વ્હીપ  જારી કરવામાં આવશે.

રાજ્યસભા ચૂંટણીઃ જ્યારે કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરે તો શું થાય? જાણો કાયદાની જોગવાઈ

ગૌરવ પટેલ/અમદાવાદઃ આગામી 19 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. મતદાન પહેલા કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામુ આપી દેતા પાર્ટીને ફટકો પડ્યો છે. હવે હાઈ કમાન્ડ દ્વારા અન્ય ધારાસભ્યો રાજીનામા ન આપે તે માટે કવાયત પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીમાં પાર્ટીઓ દ્વારા પોતાના પક્ષના ઉમેદવારને મત આપવા માટે વ્હીપ પણ જારી કરવામાં આવતું હોય છે. ત્યારે આપણે સવાલ થાય કે જો કોઈ ધારાસભ્ય આ વ્હીપનું ઉલ્લંઘન કરે તો શું થઈ શકે?

વ્હીવના ઉલ્લંઘન માટે શું છે જોગવાઈ
જ્યારે ધારાસભ્ય પક્ષના દંડક દ્વારા જે વ્હીપ આપવામાં આવે છે તે પ્રમાણે બધા ધારાસભ્યોએ મતદાન કરવાનું હોય છે. જો દંડકે આપેલા વ્હીપનો અનાદર કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. ચૂંટાયેલા ધારાસભ્ય દંડકના વ્હીપનો અનાદર કરે તો તેની સામે ડિસ્ક્વોલીફીકેશનની કાર્યવાહી થઈ શકે છે.વિધાનસભા રાજ્યસભા અને લોકસભામાં ગેર લાયક ઠેરવવાની અંગે બંધારણના ૧૦માં પરિશિષ્ટમાં જોગાવાઇ કરાઇ છે. 

બંધારણના ૧૦મા પરિશિષ્ટના ક્લોઝ બે પ્રમાણે ચૂંટાયેલા પ્રીતિનિધિએ પક્ષ દ્વારા નિમાયેલી  વ્યક્તિ દ્વારા ચૂંટણીમાં કંઇ રીતે વર્તવું તેને આદેશ અપાય તો આદેશનું પાલન કરવુંએ પક્ષના સિમ્બોલ પર ચુંટાયેલા પ્રતિનિધિએ પાલન કરવુંએ બંધારણીય જોગવાઇ છે.

જો ચૂંટાયેલા પ્રતિનિધિ તેની ચુક કરે તો બંધારણના ૧0માં પરિશિષ્ટના ક્લોઝ બેમાં જોગવાઇ કરાઇ છે, કે જ્યારે ચૂંટાયેલા પ્રિતિનિધિ પક્ષના આદેશનું ઉલ્લંઘન કરે અથવા પક્ષના આદેશની વિરૂધ્ધ મતદાન કરે તે સમયથી તે ગેરલાયક ઠરે છે. 

ચુંટાયેલા પ્રતિનિધિઓએ દંડક દ્વારા અપાયેલા માર્ગદર્શન અને સુચનાઓનુ ચુસ્ત પણે પાલન કરવાનું હોય છે. આવા વ્યક્તિને હાઉસમાંથી દુર કરવા માટે અધ્યક્ષને અરજી કરવાની હોય છે જે અરજી  પર વધુમાં વધુ બે મહિનામાં નિર્ણય કરાવનો હોય છે.

પોતાનાજ પક્ષના બે ઉમદાવાર હોય અને ચૂંટાયેલા પ્રતિનિધિ વ્હીપનો અનાદર કરે તો પણ આજ જોગવાઇ છે.  વ્હીપમાં જો સ્પષ્ટ લખાયુ હોય કે અમુક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અમુક ઉમેદવારને મત આપવો એવી સમયે જો ચૂંટાયેલા પ્રતિનિધિ વ્હીપનો અનાદર કરે તો ડીસ્ક્વોલીફીકેશન થઇ શકે છે. ગેરલાયક ઠેરવવાની અરજી ચૂંટાયેલા કોઇ પ્રિતિનિધિ દંડક કે પક્ષના વડા કરી શકે છે. અધ્યક્ષ જ્યારે અરજીનો નિકાલ કરે ત્યારે હારેલ પક્ષ કે ચૂંટાયેલા પ્રતિનિધિ તેને હાઇકોર્ટમાં પડકારી શકે છે.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news