ઝી બ્યુરો/ગાંધીનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી મામલે ઓબીસી અનામત નક્કી કરવા માટે જસ્ટિસ ઝવેરી કમિશનનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાયો છે. જી હાં. છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી તે પંચાયતમાં OBC અનામતનો રિપોર્ટ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો છે. અધ્યક્ષ જસ્ટિસ કલ્પેશ ઝવેરી અને કમિટીના સભ્યોએ આ રિપોર્ટ સોંપ્યો છે. OBC અનામતને લઈ સમર્પિત આયોગની રચના પણ કરાઈ હતી. હવે રિપોર્ટ આવ્યા બાદ સરકારે કાર્યવાહી કરવાની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉની તમામ આગાહી ભૂલી જાવ! ચોમાસાને લઈને અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી


ગુજરાતમાં ઉનાળા વેકેશનની જાહેરાત: સત્તાવાર પરિપત્ર જાહેર, જાણો ક્યારથી પડશે રજાઓ


નોંધનીય છે કે, અગાઉ સરકારે જુલાઈ 2022 માં આયોગની રચના કરી હતી. સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર રાજ્ય સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઠરાવથી સમર્પિત આયોગની રચના નિવૃત મુખ્ય ન્યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્યક્ષપણા હેઠળ કરવામાં આવી હતી. આ આયોગમાં ચેરમેન ઉપરાંત સભ્ય સચિવ તરીકે ચાર સભ્યોની નિમણુક કરવામાં આવી હતી. 


ધંધાની હરીફાઈમાં મહિલાએ મુક્યો દેશી બોમ્બ: CCTVમાં કેદ, VIDEO જોઈ બનાવ્યો ટાઈમ બોમ્બ


ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઓબીસી અનામત મુદ્દે રાજ્યમાં વિપક્ષે અનેક વખત ગુજરાત સરકારને ઘેરી છે. રાજ્યમાં 52 ટકા OBCની વસ્તી હોય તો 10 ટકાને બદલે 27 ટકા અનામત મળવી જોઈએ. પરંતુ હાલ ગુજરાતમાં પાલિકા-પંચાયતોમાં 10 ટકા OBC અનામત આપવામાં આવી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશથી ગ્રામ પંચાયત, જીલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં OBCની વસ્તીને લઈને બેઠકો અનામત રાખવી પડે.