ગુજરાતમાં વધુ એક ટ્રેન અકસ્માત થતા રહી ગયો, ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, ને એકાએક ટ્રેન ચાલુ થઈ થઈ
Train Accident : પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક ગુડ્સ ટ્રેનનું એન્જિન પાટાની નીચે ઉતરી ગયો... ઘટનાને પગલે રેલવે તંત્ર દોડતું થયું
Panchmahal News જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ : ગોધરા તાલુકાના ટૂવા ગામ નજીક આજે મોટો રેલવે અકસ્માત થતા રહી ગયો હતો. લોકોમોટિવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે, જ્યાં એક ગુડ્સ ટ્રેનનું એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું હતું. જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજ રોજ ગોધરા તાલુકાના ટુવા નજીક ગુડ્સ ટ્રેનનું લોકોમોટીવ ડીરેલ થવાની ઘટના સામે આવી છે. આણંદથી ગોધરા તરફ આવી રહેલ ગુડ્ઝ ટ્રેન ટુવા સ્ટેશન ખાતે લૂપ લાઈન પર ઊભી હતી, જે દરમ્યાન એકાએક ટ્રેન ચાલુ થઈ ગઈ હતી અને લૂપ લાઇનના ડેડ એન્ડ પર પહોંચી ગઈ હતી. વહેલી પરોઢના સાડા ચાર વાગ્યે બનેલી આ ઘટનામાં જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી.
ગુજરાતના આ પ્રખ્યાત મંદિરમાં ટૂંકા વસ્ત્રો પર પ્રતિબંધ મૂકાયો, બરમુડામાં પણ નહિ ચાલે
ગુજરાત સરકારની ઈમજ ખાડે ગઈ : મુખ્યમંત્રીએ મંત્રીઓનો ક્લાસ લીધો, આપ્યો આ આદેશ
આ ગંભીર ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની ટેક્નિકલ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ ઘટના કયા કારણોસર બની તે અંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિ ન થતાં રેલવે વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
સરકારી ભરતી અંગે હસમુખ પટેલની સ્પષ્ટતા, પરીક્ષાની તૈયારી કરનારા ઉમેદવારોને ચેતવ્યા