ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં હાલ મોટું સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના કહેર વચ્ચે અહી કમોસમી વરસાદ ખાબકી પડ્યો છે. અમરેલી, રાજકોટ, બોટાદ, ગોંડલ, જસદણ સર્વત્ર કમોસમી વરસાદ પડ્યો છે. બપોર બાદ અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ સાથે જ સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતોના માથે મોટી મુશ્કેલી ઉભી થઈ છે. કમોસમી વરસાદથી ઉનાળુ પાક નાશ પામી શકે છે. 


15 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને કોરોના અડી પણ ન શક્યો, કારણ કે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીમાં ક્યાં ક્યાં વરસાદ 
અમરેલી જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવી ગયો છે. સાવરકુંડલામા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. કમોસમી વરસાદ આવતા ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. બાજરો, કેરી અને અન્ય ખેત જણસોને મોટું નુકશાન થઈ શકે છે. ભારે પવન અને વરસાદના કારણે સાવરકુંડલા પાલિતાણા સ્ટેટ હાઇવે બંધ કરાયો હતો. સાવરકુંડલા જેસર રોડ નજીક રોડ પર વૃક્ષ પવનના કારણે ધરાશાયી થયું હતું, જેને કારણે રોડ બંધ થયો હતો. ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષ ધરાશાહી થતા થોડી વાર માટે સ્ટેટ હાઇવેનો વ્યવહાર ખોરવાયો હતો. રોડ પરથી વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 


રાહતના સમાચાર : સૌથી પહેલા ગુજરાતમાં કચ્છ જિલ્લો બન્યો કોરોનામુક્ત 


અમરેલી જિલ્લાના બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. બાબરા-અમરેલી હાઇવે પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા હાઇવે બંધ થયો હતો. ભીલડી ગામ નજીક આ ઘટના બની હતી. જેથી થોડી વાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. ભીલડી ગામથી ભિલા ગામથી રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. 


અમરેલી કેસર કેરીના ગઢ ધારી પંથકમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. સુખપુર, ગોવિંદપુર, વિરપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો. કેટલાક વિસ્તારોમાં એક ઈંચ ઉપરાંતનો કમોસમી વરસાદ નોંધાયો. ગાજવીજ અને કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ભારે પવન સાથે વરસાદ ખાબકતા કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાની ભીતિ છે. 


સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને આદતની જેમ જીવનનો ભાગ બનાવો : શિવાનંદ ઝા


રાજકોટ શહેર જિલ્લામાં સર્વત્ર વરસાદ 
રાજકોટ જિલ્લાના જસદણના ભાડલા પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થયો હતો. વાદળિયું વાતવરણ બાદ ગાજવીજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો ભર ઉનાળે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દેરડી કુંભાજી, મોવૈયા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું. બે દિવસ અગાઉ પણ ગોંડલ ખાતે વરસાદ પડતાં ખેડૂતોનો પાક ભીંજાયો હતો.


રાજકોટ જિલ્લાના સરધાર ગામે વાતાવરણમા પલટો જોવા મળ્યો. ભર ઉનાળે અહીં વાદળછાયું વાતાવરણ છવાયું હતુ. આ વચ્ચે સરધાર ખાતે ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. વરસાદી વાતાવરણ જોવા મળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટ તાલુકાના ફાડદંગ ગામે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાજકોટ તાલુકાના ફાડદંગ, હડમતીયા, ગોલિડા, ડેરોઈ, રફાડા, બેડલા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.


બોટાદમાં પણ વરસાદ 
બોટાદના ગઢડા તાલુકાના ઢસા નજીક આવેલ વિકળિયા અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. કરોનાની મહામારી વચ્ચે ખેડૂતોની ચિંતા વધી હતી. બોટાદ શહેર સહિત જિલ્લાભરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું. તો બપોર બાદ અચાનક વાદળો ચડી આવતા વરસાદ પડ્યો હતો. ધોમધખતા ઉનાળામાં વરસાદી માહોલ અને બાદમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર