ચેતન પટેલ/ સુરત: શહેરની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધ મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર બાદ રજા આપ્યા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી. પરંતુ બંધ કરેલી દવા પીવડાવી દેવાયા બાદ માતાને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. અને ICUમાં લઇ જવાયા બાદ તેને મૃત જાહેર કરી દેતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લાશનું પી.એમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારનો અકસ્માત, પતિ-પત્નીનું મોત; બાળકીનો આબાદ બચાવ


સુરતમાં લાલ દરવાજાની ખ્યાતનામ વિનસ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાના મોત બાદ પરિવારે હોબાળો મચાવી ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનું આક્ષેપ કર્યો હતો. મૃતક મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. રજા આપી દેવાયા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી. રવિવારે બંધ કરેલી દવા પીવડાવી દેવાયા બાદ માતાને ગભરામણ શરૂ થઈ ગઈ હોવાનું દીકરીએ જણાવ્યું હતું. એટલું જ નહીં પણ ડોક્ટરને જાણ કરાયા બાદ પમ્પિંગ કરી માતાને ICUમાં લઇ જવાયા બાદ તેને મૃત જાહેર કરી ડોક્ટરોએ હાથ ઉંચા કરી દીધા હતા.


આ પણ વાંચો:- ગરબા આયોજન મુદ્દે ડોકટરો સામે કરાઈ અભદ્ર ટિપ્પણી, કલાકારો જાહેરમાં માગશે માફી


ભારે હોબાળો થતા પરિવારે 4વાર 100 નંબર પર ફોન કર્યા બાદ રેલવે સ્ટેશન નજીક હોસ્પિટલ આવી હોવાનું જણાવતા લાલગેટ પોલીસ દોડી આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું.મૃતક ઉમાબેન ના પતિએ જણાવ્યું હતું કે એક મહિના પહેલા પત્ની ઉમાને હાર્ટની તકલીફ ઊભી થઈ હતી. જેથી તેને વિનસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં સારવાર પૂરી થઈ જતા ઉમાને રજા આપી દેવાઈ હતી. જોકે, ત્યારબાદ છેલ્લા અઠવાડિયામાં ઉમાને છાતીમાં પાણી ભરાઈ જતા ફરી વિનસ હોસ્પિટલના ડોક્ટરનો સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં કેટલીક દવાઓ ડોક્ટરોએ બંધ કરી દીધી હતી.


આ પણ વાંચો:- ગાંધીનગર: છત્રાલ જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીમાં આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે


વધુમાં જણાવ્યું હતું કે રવિવારની બપોરે સ્ટાફ નર્સે બંધ કરેલી દવા પીવડાવી દીધા બાદ ઉમાને ગભરામણ શરૂ થઈ ગઈ હતી. જેની જાણ કરાતા ડોક્ટરો દોડતા થઈ ગયા હતા. એટલું જ નહીં પણ વોર્ડમાં જ પમ્પિંગ શરૂ કરી ઉમાને ICUમાં લઇ જવાય હતી. ત્યારબાદ થોડી જ વારમાં મૃત જાહેર કરી દેવાઈ હતી. જે બાબતે ડોક્ટર નો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે અંદરની વાત જાણીને હું ફોન કરું છું. જોકે, ત્યારબાદ એમનો ફોન સ્વિચ ઓફ કરી થઈ ગયો હતો. જો કે ઘટનાની જાણ થતા લાલગેટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોસ્ટમોર્ટમ કરાવવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube