કિરણસિંહ ગોહિલ/સુરત : જિલ્લા પંચાયતની 36 બેઠકો અને 184 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાની ચૂંટણી યોજવવાની છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારો વિજય મુહર્તમાં ફોર્મ ભર્યા હતા. સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકાની ચૂંટણીને લઈને ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી 17 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ દ્વારા હજી એક પણ ફોર્મ ભરાયું નથી. આવતી કાલે બાકી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક માટે ફોર્મ ભરવામાં આવશે. ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્ર દેસાઈએ જણાવ્યું કે, આ વખતે આશ્ચર્યજનક પરિણામ આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તૃણમુલના સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામું, ગુજરાત ભાજપમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા


હાલમાં ભાજપ દ્વારા સાયણ બેઠક પર આયાતી ઉમેદવારની પસંદગી થતા ભાજપના સ્થાનિક નેતાઓ નારાજ થયા હતા. જેમાં ઓલપાડ તાલુકા સંગઠન મંત્રી દિપક પટેલે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના ઉમેદવાર સાથે ફોર્મ ભરવા આવ્યા હતા. સાયણ બેઠક પર ભાજપના આયાતી ઉમેદવારને હરાવવા દિપક પટેલ મેદાને પડ્યા છે.


ખેડૂત સહકારી મંડળીના પૈસા લાખો રૂપિયા લઇને મંત્રી રફૂચક્કર, જાણો તમારા પૈસા તો નથી ફસાયા?


ઓલપાડ તાલુકા પંચાયતની કુદસદ 1 બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી વિજય ભોકળવાએ ફોર્મ ભર્યું હતું. વિજય ભોકળવાએ કહ્યું હતું કે, અમારા વિસ્તારમાંથી ભાજપ તમામ ફોર્મેટની ચૂંટણી જીતે છે. છતાં અમારા વિસ્તારમાં કોઈ વિકાસના કામો થતા નથી. મારે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર જનતાનું સમર્થન મળ્યું છે. આ બેઠક પર હું ચૂંટણી જીતી જઈશ તો હું પ્રજા વચ્ચે રહી કામ કરીશ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube