ઝી બ્યુરો/રાજકોટ: નવલી નવરાત્રિ ચાલી રહી છે, ખેલૈયાઓ મનમુકીને ગરબે રમી રહ્યા છે. શહેરમાં અવનવા વસ્ત્ર પરિધાન સાથે ગરબે ઘૂમવાનો ઉત્સાહ સમાતો નથી. તો ગ્રામ્ય વિસ્તાર અને શક્તિ મંદિરોમાં માતાજીના અનુષ્ઠાન થઈ રહ્યા છે. ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ કરેલા નિવેદનથી વિવાદ થયો છે. ત્યારે એવું તો શું બોલ્યા આ સ્વામી?, કોણ છે આ સાધુ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું રવિવારે ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ થશે? અનેક તર્ક વિતર્ક બાદ ખૂલી ગયું રહસ્ય


  • નવરાત્રિ પર આ શું બોલ્યા સ્વામિનારાયણ સાધુ?

  • સાધુના કટાક્ષપૂર્ણ વીડિયોથી ભભૂક્યો રોષ

  • સ્વામીએ કહ્યું, 'લોકો નવરાત્રિને લવરાત્રે કહે છે'

  • સ્વામીના મતે 'માતાજીના કિર્તન માત્ર નામના થાય છે'

  • અનુપમ સ્વરૂપ સ્વામીના નિવેદન પર આકરો પ્રહાર


ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકવાની અંબાલાલની આગાહી; જાણો ક્યાં ક્યાંથી પસાર થશે!


નવલી નવરાત્રિનો રંગ જામ્યો છે, ખેલૈયા મનમુકીને ગરબે ઘૂમી રહ્યા છે. મા આદ્યશક્તિની આરાધનાના પર્વનો એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં કાલુપુર નરનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુએ વીડિયો બનાવીને નવરાત્રિને હાલ જે ઉજવણી થઈ રહી છે તેના પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે નવરાત્રિની પર એક કટાક્ષપૂર્ણ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો જેના કારણે મોટો વિવાદ થયો છે. સૌથી પહેલા તો તેઓ શું બોલ્યા એ તમે સાંભળી લો....


નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષા


અનુરૂપ સ્વામી આટલાથી નથી અટક્યા તેમણે આગળ પણ ઘણુ બધુ નવરાત્રિ પર કહ્યું જે તમારે સાંભળવું જોઈએ. સ્વામિએ આગળ કહ્યું કે, આજે માતાજીનું કિર્તન ક્યાંય થતું હોય તેમ લાગતું નથી. માત્ર નામનું જ કિર્તન થાય છે. નવરાત્રિ સાચા અર્થમાં માતાજીની આરાધનાનું પર્વ છે, નવ દિવસ સુધી ખુબ જ પવિત્રતાથી માતાજીના અનુષ્ઠાન કરવામાં આવે છે. નવ દિવસ સુધી શક્તિ સ્વરૂપા સ્ત્રીઓ માતાજીના ગરબા ગઈને ભક્તિનો ભાવ પ્રગટ કરે છે. 


વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી


પરંતુ આજની શહેરોના મોટા પાર્ટીપ્લોટમાં થતી નવરાત્રિમાં અનુષ્ઠાન કે ભક્તિનો ભાવ જોવા મળે છે?, સ્વામિએ ભલે કટાક્ષપૂર્ણ કહ્યું હોય, તેમના નિવેદનથી રોષ પણ જોવા મળતો હોય પરંતુ તેમણે કહેલી વાતો સાચી નથી?, જો કે તેમણે જે કહ્યું તેના પર સનાતન ધર્મ સમિતિના સભ્ય જ્યોર્તિનાથ બાપુ જોરદાર ભડક્યા હતા. 


  • પાર્ટીપ્લોટમાં થતી નવરાત્રિમાં અનુષ્ઠાન કે ભક્તિનો ભાવ જોવા મળે છે?

  • સ્વામિના નિવેદનથી રોષ હોય પરંતુ તેમણે કહેલી વાતો સાચી નથી?


નવરાત્રિ ખુબ જ પવિત્ર છે, મા આદ્યશક્તિ આસ્થા અને ભક્તિનું પર્વ છે. હિન્દુઓના પવિત્ર તહેવારની પવિત્રતા જળવાવી જ જોઈએ. પરંતુ આજે ઘણી જગ્યાએ જળવાતી નથી તે પણ સત્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ આપેલું નિવેદન હાલ તો વિવાદોમાં સપડાયું છે પરંતુ તેમના નિવેદનને કઈ રીતે લેવું તે આપણી ઉપર છે. જોવું રહ્યું કે આગળ શું થાય છે.