ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં અત્યારે નવરાત્રિના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. મોડી રાત સુધી ગરબા રમવા માટે ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં નવરાત્રીને લઈને મેટ્રો ટ્રેન મોડી રાત સુધી દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'


તમને જણાવી દઈએ કે નવરાત્રિને લઇ એક બાદ એક છુટ આપવમાં આવી રહી છે. ત્યારે આજે નવરાત્રીને લઈને વધુ એક છૂટ આપવામાં આવી છે.


સાગઠિયાનું વધુ એક કારસ્તાન! ગેરકાયદે જમીન પર ખડકી દેવાઈ સ્કૂલ, શું તંત્ર અગ્નિકાંડની


2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન
નવરાત્રીને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં નવરાત્રી સુધી રાત્રિના 2 વાગ્યા સુધી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતુ. મેટ્રોના કારણે રાત્રિના સમયે શહેરીજનોને આવવા જવામાં પણ સગવડા મળશે. 


ગુજરાતમાં હજું નવરાત્રીમાં ક્યાં પડશે વરસાદ; કયા વિસ્તારોમાં થશે બંધ? જાણો આગાહી


નોંધનીય છે કે,  અગાઉ નવરાત્રિને લઇ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રિના તમામ દિવસો રાત્રિના મોડે સુધી ગરબા રમાવાની જાહેરાત કરાઈ હતી, આ સાથે ખેલૈયાઓ માટે ફાસ્ટ ફુડની દુકાનોને પણ છુટ આપી દેવામાં આવી છે. જેનાથી લોકોના ધંધા રોજગારી પણ વધશે.