મુસ્તાક દલ, જામનગરઃ જામનગરમાં આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આંગણવાડી બહેનોએ પોતાની વ્યથા ઠાલવતા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે બજેટની હોળી કરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. તાજેતરમાં રજૂ થયેલ બજેટમાં આંગણવાડીની બહેનોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે તેમજ આંગણવાડીની બહેનોના પગાર વધારા મુદ્દે બજેટમાં કોઈ નિર્ણય ન લેવાતા આંગણવાડી બહેનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે એક તરફ વિશ્વ મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ જામનગર સહિત રાજ્યભરમાં આજે આંગણવાડી બહેનો દ્વારા પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓને લઇને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જામનગર શહેરમાં વહીવટી તંત્રના વિશ્વ મહિલા દિવસની ઉજવણીમાં આવેલી બહેનો ઉજવણી પૂર્ણ કર્યા બાદ શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થઈને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે પોતાની વ્યથા ઠાલવતા તાજેતરમાં રાજય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં આંગણવાડીની બહેનોને અન્ય થયા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી બજેટની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. 


આ પણ વાંચોઃ International Women Day: કચ્છની મહિલાઓએ સમગ્ર સમાજને કઠોર કુદરતી પડકારો વચ્ચે જીવતા શીખવ્યું: પીએમ મોદી


આંગણવાડી બહેનોના પગાર વધારા સહિતના મુદ્દાઓની યુનિયનના માધ્યમથી વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે કંટાળી ચૂકેલી આંગણવાડી બહેનો દ્વારા આજે ખાસ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે જ અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube