હાર્દિક દિક્ષિત/વડોદરા: ફરી એક વખત વડોદરા મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ચોમાસુ અથવા ગંદકીના સ્થળે અત્યંત મહત્વપૂર્ણ એવા ગેમેકસીન પાવડરને પાલિકાના હોશિયાર બાબુઓ દ્વારા બિનવારસી છોડી દેવાતા આ પાવડર વેરવિખેર થઈ ગયો છે. જેના કારણે પાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણી 2024: ગુજરાતમાં 26માંથી 26 બેઠકો,જાણો શું છે BJPનું માઇક્રો મેનેજમેન્ટ


સામાન્ય રીતે જ્યાં ગંદકી હોય ત્યાં અથવા તો ચોમાસા માં રોડની બંને તરફ સફાઈ કર્યા બાદ તમે સફેદ કલર નો પાવડર જોયો હશે, એ પાવડર ને આમ તો નાગરિકો ડીડીટી કહે છે પરંતુ અસલ માં એ ગેમેકસીન અને ચૂના નું એક ખાસ મિશ્રણ હોય છે.સફાઈ બાદ ચૂનાની ફાંકનો જે છંટકાવ કરવામાં આવે છે તેમાં ચુના નું પ્રમાણ વધુ હોય છે ,અને જ્યારે ગેમેક્સિન ઓછો હોય છે .ગેમેક્સિન નો ચુના વિના સીધો છટકાવ કરી શકાતો નથી. ચૂનાના રાસાયણિક બંધારણના કારણે ગેમેક્સિન રોડ ઉપર વધુ સમય ટકી શકે છે જેના કારણે ગંદકી વધુ ફેલાતા અટકે છે.


દુનિયાની સૌથી મોંઘી ગાય: 9 કરોડથી વધુની કિંમત, દૂધ નહીં આ કારણે મળી કિંમત


વડોદરા મહાનગર પાલિકાના કટકીબાજ અધિકારીઓ દ્વારા મોટા પ્રમાણમાં આ પ્રકારનું મટીરીયલ મંગાવી ગંદકી ના સ્થળે ઉપયોગ માં લેવાય છે ત્યાર બાદ વધારાનો સ્ટોક રઝળતો મૂકી દેવાય છે જેના કારણે પાલિકા ને દર વર્ષે પાવડર નો સ્ટોક મંગાવવાની ફરજ પડે છે.


કોરોના થયો છે તો આ 8 બીમારીઓ થવાનો સૌથી વધારે ખતરો; જાણો કારણ, બચવાના ઉપાયો


વડોદરા શહેરના હરણી તળાવ સામે આવેલા એક બંધ ઝૂપડાની બહાર પાલિકાના અધિકારીઓ દ્વારા મોટી માત્રામાં પાવડરનો સ્ટોક ખડકી દેવાયો છે. જે હાલ બિનવારસી હાલતમાં પડ્યો છે. તો વળી બીજી તરફ યોગ્ય સ્થળે સંગ્રહ ન થવાના કારણે અહી આ મહત્વપૂર્ણ પાવડર વેરવિખેર હાલતમાં જોઈ શકાય છે.


તંગ સ્થિતિ વચ્ચે અધિકારી કરી રહ્યા છે મઝાક, કહ્યું;બઉ ચપળચપળ કરી તો દરવાજો બંધ કરાવી


ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા આ બિનવારસી પડેલા પાવડરનો યોગ્ય સ્થળે સંગ્રહ કરવામાં આવે જેથી આવનાર ચોમાસામાં તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે તેવી નાગરિકોમાં માંગ ઉઠી છે.