અમદાવાદ : ગુજરાતમાં રાજ્યમાં અમદાવાદ રથયાત્રાનું અનોખુ મહત્વ છે. ગુજરાતના આર્થિક પાટનગરમાં રથયાત્રાનું અનોખુ મહત્વ રહેલું છે. આજે રાજ્યના ગૃહરાજ્ય મંત્રીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. રથયાત્રા અગાઉ પૂર્વે ગૃહમંત્રી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જો કે રથયાત્રાના સમય અંગે તેમણે પણ મગનું નામ મરી પાડવાનું ટાળ્યું હતું. તેમણે માત્ર જણાવ્યું કે, રથયાત્રાના સમય અંગે મુલ્યાંકન ચાલી રહ્યું છે. તમામ સંજોગો અને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Cricket ની બાબતમાં માથાકૂટ થતાં કારને લગાવી દીધી આગ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો Video


લોકોનું સ્વાસ્થ્ય અને શ્રદ્ધા બંનેનો સવાલ છે. સ્વાસ્થ્ય અને શ્રદ્ધા બંને જળવાઈ રહે તેવો સરકાર સહિત સમગ્ર તંત્રનો પ્રયાસ છે. બંને જળવાઈ રહે તેવું આયોજન કરી જાણ કરવામાં આવી રહી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે લોકોની શ્રદ્ધા અને સ્વાસ્થ્ય બંને જળવાઈ રહે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. મંદિર તરફથી હાલ કોઈ આયોજન નથી. સરકાર તરફથી જે સૂચન કરવામાં આવશે તેનું પાલન કરવામાં આવશે. જો કે બીજી તરફ જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાના આયોજનની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 


GUJARAT CORONA UPDATE: 17 જિલ્લાઓમાં એક પણ કેસ નહી, નવા 80 કેસ, 02 ના મોત


જગન્નાથ મંદિરના પુજારી અને ટ્રસ્ટીઓની પણ માંગ છે કે, એક દિવસ પુરતો શેરમાં કર્ફ્યૂ રાખીને રથયાત્રાનું આયોજન કરવામાં આવે. આ ઉપરાંત તેઓ પણ ઝડપથી રથયાત્રા પુર્ણ થાય તેવા પ્રયાસો કરશે. કોઇ પણ સ્થળે ઉભી રાખ્યા વગર સીધી જ સરસપુર ખાતે રથ લઇ જશે. સરસપુર ઔપચારિક વિધિ પુર્ણ થયે તત્કાલ મંદિરે પરત લઇ આવશે. કોઇ પ્રકારનો ટ્રાફિક કે લોકોની ભીડ નહી હોવાનાં કાણે રથયાત્રા પણ ખુબ જ ઝડપથી પુર્ણ થઇ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube