* પ્રેમમાં આંધળી થયેલી મહિલાએ પોતાના જ બે બાળકોને અનાથ બનાવ્યા
* વરવાળામાં થયેલ હત્યામાં પ્રેમી પંખીડાઓએ હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું
* દ્વારકા જિલા પોલીસ અને LCB SOG સંયુકત અને સ્થાનિક પોલીસની કામગીરી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજુ રૂપારેલિયા/દ્વારકા : વરવાળા ગામે શનિવારે રાત્રિનાં અગાશીમાં સૂતેલ અરવિંદ ભાઈની હત્યા 29 કિલોનો પત્થર મારી હત્યા નીપજાવાઈ હતી. બીજી તરફ ગણતરીનાં સમયમાં પોલીસે ગુન્હાનો ભેદ ઉકેલી દેતા પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે. દ્વારકાનાં વરવાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા અરવિંદ ભાઈ અસવાર 36 વર્ષનાંને તેમની જ પત્ની પૂનમ ઉંમર 28 અને પૂનમનાં પ્રેમી એવા એઝાઝ કાશમ ગજ્જન કરી હોવાનું સામે આવતા હત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું. 


બાપુની જન્મજયંતી પ્રસંગે CM રૂપાણી વીડિયો કોન્ફરન્સથી આપશે હાજરી


મૃતક અરવિંદ ભાઈને બે બાળકો એક નક્ષ ઉંમર પાંચ વર્ષ  અને બીજો  નવીન ઉમર11વર્ષનાં બે બાળકો હતા. ત્યારે  આ બે બાળકોની માતા એવી પૂનમે પહેલા મેં હત્યા કર્યાની કબુલાત નહોતી કરી. જો કે પોલીસે મોબાઈલ ફોન અને આસપાસના લોકો સાથે ખાનગી હકીકતો જાણી આ ભેદ ઉકેલ્યો હતો. પોતાના જ બે માસુમ બાળકોને અનાથ કરનાર આ એઝાઝના પ્રેમમાં પાગલ પુનમે સહુ પ્રથમ ખોરાક માં ઘેનની ગોળીઓ નાખી પોતાના પતિ અરવિંદને જમાડ્યો હતો. બાદમાં અરવિંદ નિંદ્રાધીન હતો ત્યારે મધરાત્રે પૂનમ અને તેના પ્રેમી એઝાઝ મળી અરવિંદનું કાસળ કાઢી નાખ્યું હતું. 


ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન શરૂ, સબ સલામતનાં સરકારી દાવા વચ્ચે ખેડૂતો પરેશાન


હત્યા પ્રકરણમાં દ્વારકા પોલીસ એલસીબી એસ ઓ જી  પણ કામે લાગી હતી. પૂનમનો પ્રેમી એઝાઝ ગજજનને જામનગર નજીક ખાવડી થી પરત ફરતો હોવાની બાતમી મળતા ખાનગી વાહનોમાં વોચ ગોઠવી જડપી પાડ્યો હતો. અંતે પોલીસે આ હત્યારા પ્રેમી પંખીડાને દ્વારકા કોવીડ ટેસ્ટ કરાવી બનાવનું રિહર્સલ પણ કરાવ્યું હતું. જેમાં આરોપી એઝાઝ ખંભાળિયાથી દ્વારકા રિક્ષા લઈ આવ્યો હતો. દ્વારકાથી રિક્ષા બદલાવી વરવાળા અડધી રાત્રે આવ્યો હોવાનું જણાવ્યું હતું. પૂનમનો સાથ લઈ પત્થર ઘા મારી નિર્મમ હત્યાને અંજામ આપી ભાગી છૂટયો હતો. જો કે SOG ટીમે આરોપી બહાર ક્યાંય ભાગે તે પહેલા જ દબોચી લીધો હતો. 


Gujarat Corona Update: ચિંતાજનક રીતે કોરોના પરીક્ષણમાં નાટકીય ઘટાડો થતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ ઘટી


હાલ બંને પ્રેમી પંખીડા સામે દ્વારકા પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડ માંગવાની અને ચાર્જ સીટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પૂનમ અને એઝાઝ બનેની પ્રેમ કહાનીએ નાના બે બાળકોને અનાથ બનાવાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સમગ્ર જિલ્લા માં પોતાના જ બાળકોને અનાથ  કરનારી પુનમ સામે ફિટકારની લાગણીઓ વર્ષી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube