કિંજલ મિશ્રા/અમદાવાદઃ એક મહિલાએ પાસપોર્ટ ઓફિસ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે આ અંગે વિદેશમંત્રીને ટ્વીટરના માધ્યમે ફરિયાદ કરીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ પાસપોર્ટ ઓફિસે મહિલાના દસ્તાવેજ પુરતા ન હોવાનો ખુલાસો કર્યો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય વિદેશપ્રધાન સુષ્માસ્વરાજના આ ટ્વીટ્ટમાં જે નિલમ નામનો ઉલ્લેખ થયો છે, તેઓ અમદાવાદના પાસપોર્ટ ઓફિસર છે. જેમની ફરિયાદ એક મહિલાએ સીધી સુષ્મા સ્વરાજને કરી દીધી.  અમદાવાદમાં રહેતા સંતોષબહેન પંડિતે પાસપોર્ટ રિન્યું કરાવવાના કામમાં 35 હજાર લાંચ માગવામાં આવતી હોવાની ટ્વીટ્ટરના માધ્યમે ફરિયાદ કરી છે.  છેલ્લા છ માસથી તેમને પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.  જેને લઈને વિદેશપ્રધાને તપાસના આદેશ આપ્યા છે. 



જોકે પાસપોર્ટ ઓફિસર નિલમ રાનીએ સંતોષબહેનના તમામ આક્ષેપ ફગાવી દીધા છે. સંતોષબહેન જન્મસ્થાન રાજસ્થાનથી ઉત્તરપ્રદેશ બદલાવવા માટે યોગ્ય પુરાવા આપતા ન હોવાનો પોસપોર્ટ ઓફિસરે ખુલાસો કર્યો હતો. સાથે જ સંતોષબહેન આજ સુધી તેમને આવી કોઈ ફરિયાદ કરી જ ન હોવાનું જણાવ્યું હતુ. 


એક તરફ ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. તો બીજી તરફ પુરાવાના અભાવે કાર્યવાહી ન થતી હોવાનો ખુલાસો અને ક્લોઝર નોટીસ આપવાનો દાવો. આ બંન્ને વચ્ચે સમગ્ર મામલો વિદેશપ્રધાન સુધી પહોંચી ગયો છે. જેને લઈને પાસપોર્ટ ઓફિસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.