ઉદય રંજન/અમદાવાદ : શિક્ષણ વિભાગમાં રૂપિયા 7 કરોડથી વધુની છેતરપિંડીની ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી કમિશન મેળવી આરોપીને બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા. ઉપરાંત આ ગુનામાં સરકારી અધિકારી - કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે. સાથે જ આ કૌભાંડમાં વધુ એક ફરિયાદ દેત્રોજ પોલીસ મથકે નોંધાઈ છે. એટલે કે આશરે 8 કરોડની છેતરપિંડી મામલે અલગ અલગ 3 ફરિયાદની તપાસ ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાબરકાંઠાની આ શાળામાં એડમિશન માટે ઉદ્યોગપતિના છોકરાઓ પણ કરે છે પડાપડી, જાણો શિક્ષણ પદ્ધતીની ખાસીયત


શિક્ષણ વિભાગના હિસાબનીશ રાજેશ રામી દ્વારા છેલ્લા 5 વર્ષમાં પોતાની ફરજ દરમિયાન આશરે 8 કરોડ થી વધારેની છેતરપિંડી કરી છે. જે તમામ ગુનામાં તેની સાથે સંડોવાયેલ આરોપી હાર્દિક પંડ્યાની પણ કારંજ પોલીસે ધરપકડ કરી છે. હિસાબનીશ રાજેશ રામીની પુછપરછ કરતા 197 કેટલા બેંક અકાઉન્ટ સામે આવ્યા હતા. જેમાથી 35 જેટલા બેંક અકાઉન્ટ હાર્દિક પંડ્યાએ આપ્યા હતા. જેમા 1 કરોડથી વધુ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતુ હતુ. જેથી આરોપી હાર્દિકની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે આરોપીના નામ સામે આવ્યા છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


સુરત બન્યું ગુનાખોરીનું ઘર : વેપારી પાસેથી 3 કરોડની ખંડણી માંગવામા આવી


આશરે 8 કરોડનું સરકારને નુકશાન પહોંચાડનાર આરોપીની તો ધરપકડ થઈ પરંતુ સિસ્ટમ રહેલા અને સરકારી કર્મચારીઓ-અધિકારીઓની પણ સંડોવણી સામે આવી છે. જેમા બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર અને સહી કરનાર સરકારી અધિકારીની પણ સંડોવણી ખુલી રહી છે. જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે .આ સાથે દિવના પણ એક આરોપીનુ નામ સામે આવ્યું છે. જેની પોલીસે શોધખોળ કરી રહી છે. પોલીસનું માનવું છે કે આ ગેંગના તમામ આરોપી ઝડપાયા બાદ મોટા ખુલાસા થઈ શકે છે.


એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ઇતિહાસમાં નવો અધ્યાય લખાયો


રાજેશ રામીની ધરપકડ બાદ તેની વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. અગાઉ માંડલ, કારંજ અને હવે દેત્રોજમાં પણ ગુના નોંધાયા છે. એટલે કે રામી એન્ડ કંપની સરકારને 8 કરોડ થી વધુ નો ચુનો ચોપડ્યો છે. જોકે સરકારી અધિકારીની સંડોવણી વિના આટલુ મોટુ કૌભાંડ થવું શક્ય નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે પોલીસ તપાસમાં શું વધુ ખુલાસા થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube