સાબરકાંઠાની આ શાળામાં એડમિશન માટે ઉદ્યોગપતિના છોકરાઓ પણ કરે છે પડાપડી, જાણો શિક્ષણ પદ્ધતીની ખાસીયત
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાંબરકાંઠા : ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી સરકારી શાળાઓ બનાવવા જઈ રહી છે સરકાર. જેમાં સાબરકાંઠા જીલ્લાની હાલમાં ૩૨ જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ભૈતિક અને શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્રારા વર્લ્ડ બેન્કની સહાયથી મિશન સ્કુલ ઓફ એક્સલન્સની જાહેરાત બાદ સાબરકાંઠા જીલ્લાના ૮ તાલુકાની ૩૨ જેટલી શાળાઓની પસંદગી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્રારા તબક્કાવાર શાળાઓ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં પહેલા ૧૦૦ દિવસ, ૨૦૦ દિવસ એમ તબક્કા વાર શાળાઓનો વિકાસ કરવામાં આવશે. જેમાં ખાનગી શાળાઓને ટક્કર માટે તેવુ આયોજન કરીને શાળાઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં બાળકોમાં ઉચ્ચ સ્તરનું વિચારવાના કૌશલ્યનો વિકાસ, સરકારી શાળાઓમાં પ્રતિવર્ષ ૨૦ ટકા વધુ પ્રવેશ અને ૮૦ ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુસાર સફળતા પ્રાપ્ત અને સ્કોરમાં વધારો કરી શકે તે પ્રકાર નુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.
આમ તો જીલ્લા શિક્ષણ અધિકારી દ્રારા શાળાઓની મુલાકાત લઈને મીટીંગનુ આયોજન પણ કરવામાં આવ્યુ છે. જેમાં પરીક્ષામાં મેળવેલ સરેરાશ ગુણ, વર્ગખંડ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, પુસ્તકાલય, સ્ટેમ લેબ, રમતનું મેદાન અને બગીચો, રમત ગમત ના સાધનો, પર્યાવરણ પ્રયોગશાળા, અંગ્રેજી ભાષા પ્રયોગશાળા જેવી સગવડો અને બાબતો નુ ધ્યાન રાખીને હાલ તો શાળાઓની પસંદગી કરવામાં આવી છે. સ્કુલ ઓફ એક્સલન્સને ૩ ભાગમાં વહેચી તમામ તાલુકાઓમાંથી ૪-૪ સ્કુલની પસંદગી થઈ છે. જે ૧૦૦ અને ૨૦૦ દિવસમાં તૈયાર થશે.
આમ તો ચુંટણીની તૈયારીઓ સાથે દિલ્હીમાં કેજરીવાલ સરકારની શાળાઓની કોપી મારી ગુજરાતમાં પણ અધતન શાળાઓ તૈયાર કરવામાં આવી રહી છે, પરંતુ કેટલીક શાળાઓમાં અમુક સુવિધાઓની પણ ઉણપ છે. હવે જોવુ જ રહ્યુ કે, કેજરીવાલ સરકારની શાળાઓની જેમ અહીં પણ શાળાઓ તૈયાર થશે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે.
તાલુકાની આ ગામની શાળાઓનો સમાવેશ
હિંમતનગર : હાપા, બેરણા, ગઢોડા, સવગઢ
ઈડર : કેશરપુરા, ચિત્રોડા, ચોરીવાડ, મોટા કોટડા
વડાલી : કડિયાદરા, વડાલી-૧, રહેડા, થેરાસણા-૧
ખેડબ્રહ્મા : પરોયા, નવી મેત્રાલ, ચાંપલપુર, દીધીયા
પોશીના : દેલવાડા(છો), દેમતી, નવાગામ, જોડફળો
પ્રાંતિજ : બોભા, મોયદ, ઝાંઝવા, પોગલુ
તલોદ : અણિયોડ, સણપુર, પુંસરી, મોહનપુર
વિજયનગર : વિજયનગર-૧, આંતરસુંબા, ચીતરીયા, દઢવાવ
સ્કુલ ઓફ એક્સલન્સમાં આટલું જરૂરી છે.
* રમતનું મેદાન અને બગીચો
* સ્માર્ટ ક્લાસ
* પુસ્તકાલય
* સ્ટેમ લેબ
* કમ્પ્યુટર લેબ
* રમત-ગમતના સાધનો
* પર્યાવરણ પ્રયોગશાળા
* અંગ્રેજી ભાષા પ્રયોગશાળા
* તેજસ્વી બાળકો માટે રિસોર્સ રૂમ
* વિશિષ્ટ વિષય શિક્ષકો
* 300 કરતાં વધુ વિદ્યાર્થી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે