સુરત બન્યું ગુનાખોરીનું ઘર : વેપારી પાસેથી 3 કરોડની ખંડણી માંગવામા આવી

સુરત જેમ પ્રગતિ કરી રહ્યું છે અને આર્થિક પાટનગર બની ગયું છે, તેમ ક્રાઇમ સિટીના રેસમાં સૌથી આગળ સુરત વધી રહ્યું છે. મુંબઈમાં જે રીતે વેપારી હોય કે બિલ્ડર પાસેથી ખંડણી માટે ફોન અથવા તો ધમકાવવામાં આવે છે, તેવી જ રીતે હવે સુરતમાં પણ વેપારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના રિંગરોડ કાપડ માર્કેટમાં સામે આવ્યો છે. જેમાં એક વેપારીને રૂપિયા ત્રણ કરોડ માટે ખંડણી માંગવામાં આવી હતી અને આ ખંડની પણ એક 17 વર્ષના કિશોરે કુરિયરના માદ્યમથી આપી હતી.
સુરત બન્યું ગુનાખોરીનું ઘર : વેપારી પાસેથી 3 કરોડની ખંડણી માંગવામા આવી

ચેતન પટેલ/સુરત :સુરત જેમ પ્રગતિ કરી રહ્યું છે અને આર્થિક પાટનગર બની ગયું છે, તેમ ક્રાઇમ સિટીના રેસમાં સૌથી આગળ સુરત વધી રહ્યું છે. મુંબઈમાં જે રીતે વેપારી હોય કે બિલ્ડર પાસેથી ખંડણી માટે ફોન અથવા તો ધમકાવવામાં આવે છે, તેવી જ રીતે હવે સુરતમાં પણ વેપારીઓને ધમકાવવામાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતના રિંગરોડ કાપડ માર્કેટમાં સામે આવ્યો છે. જેમાં એક વેપારીને રૂપિયા ત્રણ કરોડ માટે ખંડણી માંગવામાં આવી હતી અને આ ખંડની પણ એક 17 વર્ષના કિશોરે કુરિયરના માદ્યમથી આપી હતી.

17 વર્ષનો કિશોર આ કુરિયર દુકાનમાં ફેંકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ કુરિયર જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે વેપારી પણ ચોંકી ગયા હતા. કારણ કે આ કુરિયરમાં બીજું કંઈ નહિ, પરંતુ પિસ્તોલ મૂકવામાં આવી હતી અને તેમાં પણ વેપારીને ધમકી આપવામાં આવી હતી કે જો પોલીસને જાણ કરશે તો જાનથી મારી નાખવામાં આવશે. આ ઘટનાની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : 12 વર્ષની ઉંમરે ખબર પડી કે તે અંદરથી પુરુષ નહિ પણ સ્ત્રી છે... આજે મળી ગુજરાતની પ્રથમ ટ્રાન્સ વુમનની ઓળખ 

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા લક્ષ્મણ જૈન છેલ્લા કેટલાય વર્ષોથી સુરત રીગરોડ વિસ્તારમાં આવેલા શિવ શક્તિ માર્કેટમાં કાપડના વેપારી તરીકે ધંધો કરે છે. લક્ષ્મણ જૈન સાઉથના વેપારીઓ સાથે વ્યવસાય કરે છે. દરમિયાન ગુરુવારે બપોરના અરસામાં એક કિશોર હાથમાં કુરિયર લઈને આવ્યો હતો અને તેમની દુકાનમાં આ કુરિયર ફેંકીને ભાગી છૂટ્યો હતો. કુરિયર જોતા પહેલા તો લક્ષ્મણ જૈનને અજુગતું લાગ્યું હતું, પરંતુ તેમને બાદમાં આ કુરિયર ખોલ્યું હતું. કુરિયર ખોલતાની સાથે જ લક્ષ્મણ જૈન ચોંકી ઊઠ્યા હતા. કારણ કે આ કુરિયરમાં પિસ્તોલ મૂકવામાં આવી હતી. સાથોસાથ તેમને ચિઠ્ઠીમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, ૩ કરોડની ખંડણી આપ, નહિ તો તેને જાનથી મારી નાંખવામાં આવશે. જો પોલીસને જાણ કરશે તો પણ તેને મારી નાંખવામાં આવશે. 

આ પણ વાંચો : Sucess Story : કોરોનામાં ધંધો બંધ થતાં ગૌશાળાના બિઝનેસમાં ઝંપલાવ્યું, આજે કમાય છે લાખો રૂપિયા

આ લખાણ જોતા જ લક્ષ્મણ જૈન તથા તેમના ભાઇઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે તાત્કાલિક લક્ષ્મણ જૈન દ્વારા સલાબતપુરા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. બાદમાં સાંજના સમયે ફરીથી એક અજાણ્યા નંબર પરથી લક્ષ્મણ જૈનને ફોન પણ આવ્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ વાતની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીની ટીમ, પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ સહિતનો તમામ કાફલો તપાસમાં લાગી પડ્યો હતો. 

આ પણ વાંચો : ‘બાઈકને બદલે ગુલાબી રંગ ગમવા લાગતા જ મેં નક્કી કર્યુ કે હું સર્જરી કરાવીશ’

માર્કેટના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક 17 વર્ષીય કિશોર હાથમાં કુરિયરનું પેકેટ લઈને આવતો હોવાનું દેખાયું હતું. જે દિશામાં પોલીસે તેની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે બીજી તરફ જોવા જઈએ તો જે રીતે વેપારીને ધમકી મળી છે, ત્યારબાદ પોલીસે તેમના ઘરની બહાર બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આરોપી સુધી ક્યારે પહોંચે છે. ઉલ્લેખનીય છે કે હાલ પોલીસ એવું તારણ કરી રહી છે કે ધમકી આપનાર કોઈ અંગત વ્યક્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધંધાની અદાવતમાં ધમકી આપ્યા હોવાનું પોલીસ અનુમાન કરી તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે.

Trending news