જામનગર/દેવભૂમિ દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં કોરોના વાયરસના વધુ એક-એક કેસ સામે આવ્યા છે. મહત્વનું છે કે, દ્વારકા જિલ્લામાં છેલ્લા એક પાંચ દિવસમાં આ ચોથો કેસ નોંધાયો છે. તો જામનગરમાં અમદાવાદથી પહોંચેલી ત્રણ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અહીં પણ કેસ વધી રહ્યાં છે. મહત્વનું છે કે, બંન્ને જિલ્લા ગ્રીન ઝોનમાં હતા. પરંતુ છેલ્લા એક સપ્તાહથી જિલ્લાની બહારથી આવેલા લોકોમાં કોરોના પોઝિટિવ મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એક 25 વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા અમદાવાદથી અહીં પહોંચી હતી. આ મહિલા હાલ ગર્ભવતી પણ છે. આ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 4 પર પહોંચી ગઈ છે. બે કેસ બેટ દ્વારકા, એક કેસ સલાયા અને એક કેસ ભાણવડમાં નોંધાયો છે. 


જામનગરમાં અત્યાર સુધી કુલ 6 કેસ નોંધાયા
જામનગરમાં કોરોના વાયરસનો વધુ એક કેસ નોંધાતા જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 6 થઈ ગઈ છે. એક 56 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જામનગરમાં શરૂઆતમાં એક કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેનું મૃત્યુ થયું હતું. પરંતુ થોડા દિવસ પહેલા અમદાવાદથી જામનગર પહોંચેલી ત્રણ મહિલાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શહેરમાં ફરી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. 


રાજકોટમાં સાંજે 7થી સવારે 7 સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ   


શું છે રાજ્યની સ્થિતિ
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6625 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 380 કેસ નોંધાયા છે. તો 28 લોકોના મૃત્યુ પણ થયા છે. ગુજરાતમાં અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર