રાજકોટમાં સાંજે 7થી સવારે 7 સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ


રાજકોટ હાલ ઓરેન્જ ઝોનમાં છે, પરંતુ તંત્ર દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનરે કહ્યું કે, સાંજે 7 કલાક પછી જો કોઈ કારણ વગર બહાર જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
 

રાજકોટમાં સાંજે 7થી સવારે 7 સુધી બહાર નિકળવા પર પ્રતિબંધ

રક્ષિત પંડ્યા/રાજકોટઃ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 62 કેસ સામે આવ્યા છે. મોટા ભાગના કેસો રાજકોટ શહેરમાં આવ્યા છે. હવે આ સંક્રમણને રોકવા માટે તંત્ર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. આ અંગે રાજકોટ પોલીસ કમિશનરે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ નવા જાહેરનામા પ્રમાણે કોઈપણ લોકો સાંજે સાત કલાકથી સવારે 7 કલાક સુધી ઘરની બહાર નિકળી શકશે નહીં. તો આ સમય દરમિયાન તમામ દુકાનો પણ બંધ રહેશે.

પોલીસ કમિશનરનું જાહેરનામું
રાજકોટ પોલીસ કમિશનરના નવા જાહેરનામા પ્રમાણે શહેરમાં કોરોના વાયરસના વધતા કેસોને રોકવા માટે દરેક લોકો સાંજે 7 કલાકથી સવારે 7 કલાક સુધી ઘરની બહાર નિકળી શકશે નહીં. આ દરમિયાન તમામ દુકાનો પણ બંધ રહેશે. રાજકોટ હાલ ઓરેન્જ ઝોનમાં છે, પરંતુ તંત્ર દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. પોલીસ કમિશનરે કહ્યું કે, સાંજે 7 કલાક પછી જો કોઈ કારણ વગર બહાર જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાંજે સાત કલાક બાદ માત્ર મેડિકલ સ્ટોર ખુલ્લા રહી શકશે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં, 380 નવા કેસ, 28 મૃત્યુ અને 119 દર્દી થયા ડિસ્ચાર્જ

સાંજે 7 કલાક બાદ સામાન્ય લોકો માટે પેટ્રોલ પણ પણ બંધ
શહેરમાં કોરોના વાયરસ રોકવા માટે રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે 7 કલાકથી સવારે 7 કલાક સુધી સામાન્ય લોકોને વાહનમાં પેટ્રોલ ભરી આપવામાં આવશે નહીં. આ દરમિયાન માત્ર એમ્બ્યુલન્સ, પોલીસના વાહન તથા અન્ય ઇમરજન્સી સેવામાં રોકાયેલા વાહનોમાં પેટ્રોલ ભરી આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news