પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં રોગચાળાએ વધુ એકનો જીવ લીધો છે. અડાજણમાં 14 દિવસની બાળકીનું ઝાડા ઉલ્ટી બાદ મોતની નિપજ્યું છે. અડાજણ પાલનપુર ખાતે આવેલ સંત તુકારામ સોસાયટીમાં રહેતી સારિકા રાજુ ચોરસીયાની 14 દિવસની દીકરીને બે દિવસ પહેલા ઝાડા ઉલટી થતા પરિવારજનો તેને સારવાર અર્થ નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં બાળકીની વધુ તબિયત લથડતા તેને તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી પરંતુ બાળકીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃતક જાહેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 ઇંચ વરસાદ બાદ વડોદરામાં ક્યા કેવી છે સ્થિતિ? લોકોને સતાવી રહ્યો છે આ ભયાનક ડર


સુરત સિવિલ હોસ્પિટલના બાળ વિભાગના તબીબ જીગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે પાલનપુર વિસ્તારમાં રહેતી 14 દિવસની બાળકીને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લાવવામાં આવી હતી. બાળકીને બે દિવસથી ઝાડા, ઉલટી થતા પરિવારજનો બાળકીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ ગયા હતા. સારવાર દરમિયાન બાળકીને કમળાની અસર જોવા મળતા તેને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલમાં બાળકીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃતક જાહેર કર્યો હતો. 


અનંત અંબાણીના લગ્ન કરતા વધુ ખર્ચો? આ વ્યક્તિએ આપી હતી દુનિયાની સૌથી મોંઘી પાર્ટી


સુરતમાં ધીમી ગતિએ રોગચાળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસની જો વાત કરવામાં આવે સચિન વિસ્તારમાં 4 વર્ષની બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત નિપજયું હતું. અલથાણમાં પણ 22 વર્ષીય મહિલાને તાવ, ઉલટી આવ્યા બાદ ડેન્ગ્યુમાં મોત નિપજ્યું હતું. બધું એક કિસ્સો અડાજણ વિસ્તારમાં બનતા બન્યો છે.14 દિવસની બાળકીનું અચાનક જાડા ઉલ્ટી બાદ મોત નીપજતાં પરિવાર શોખમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 


સોનું લેવાનું હોય તો ફટાફટ ભાગો, આજે તો સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો, ભાવ જાણી લો