અનંત અંબાણીના લગ્ન કરતા વધુ ખર્ચો? આ વ્યક્તિએ આપી હતી દુનિયાની સૌથી મોંઘી પાર્ટી, પણ પછી જે થયું....

અનંત અંબાણીના લગ્ન કરતા વધુ ખર્ચો? આ વ્યક્તિએ આપી હતી દુનિયાની સૌથી મોંઘી પાર્ટી, પણ પછી જે થયું....

બિઝનેસ ટાઈકુન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના હાલમાં જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થયા જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલા છે. એશિયાના સૌથી ધનિક એવા મુકેશ અંબાણીએ પુત્રના લગ્ન મુંબઈમાં ધામધૂમથી કર્યા. લગ્નની રસ્મોમાં 5000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. જેને કારણે આ લગ્ન અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્નોમાં ગણાઈ રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે આવો જ એક મોંઘોદાટ કાર્યક્રમ વર્ષો પહેલા થયો હતો જેમાં હજારો રૂપિયા ખર્ચાયા હતા? આજે અમે તમને ઈતિહાસની સૌથી મોંઘી પાર્ટી વિશે જણાવીશું. 

ઈતિહાસની સૌથી મોંઘી પાર્ટી?
ખર્ચાળ પાર્ટીઓની વાત કરીએ તો ઈતિહાસની સૌથી મોંઘીદાટ પાર્ટી ઈરાનના અંતિમ શાસક મોહમ્મદ રેઝા શાહ પહલવેએ 1971માં આપી હતી. આ પાર્ટી પર્શિયન સામ્રાજ્યના 2500 વર્ષ પૂરા થવાના અવસરે આપવામાં આવી હતી.  આ પાર્ટીમાં 10 કરોડ ડોલર એટલે કે આજના પ્રમાણે ગણતરી કરીએ તો લગભગ 5000 કરોડ રૂપિયા ખર્ચો થયો હતો. આ પાર્ટી એટલી બધી ભવ્ય હતી કે તેમાં દુનિયાભરના રાજા મહારાજા, રાષ્ટ્રપ્રમુખો અને હોલીવુડ સિતારાઓ સામેલ થયા હતા. 

8 ટન રાશન
આ પાર્ટી ત્રણ દિવસ ચાલી હતી. જેમાં 600 મહેમાન સામેલ થયા હતા. પાર્ટીમાં ખાણીપીણીની વ્યવસ્થા કરવા માટે પેરિસની સૌથી મોંઘી હોટલના શેફને બોલાવવામાં આવ્યા હતા. પાર્ટીમાં 8 ટન રાશન, 2700 કિલો મીટ, 2500 બોટલ શેમ્પેઈન, 1000 બોટલ બરગંડી વાઈન પિરસવામાં આવી હતી. સર્વ કરવા માટે લંડનથી 10,000 સોનાની પરત ચડાવવામાં આવેલી પ્લેટો મંગાવાઈ હતી. મહેમાનોને રહેવા માટે રણમાં ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું હતું. આ ટેન્ટને ફ્રાન્સથી 40 ટ્રકો અને 100 પ્લેન દ્વારા લાવવામાં આવ્યા હતા. 

ભાગવું પડ્યું!
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મુજબ આ આધુનિક ઈતિહાસનું સૌથી લાંબુ અને સૌથી શાનદાર ભોજન સમારોહ હતો. જેમાં 600 મહેમાનોએ સાડા પાંચ કલાક સુધી ખાવાનું ખાધુ હતું. ભોજન પેરિસની જાણીતી રેસ્ટોરા મેક્સિમે સપ્લાય કર્યું હતું. 

ત્રણ દિવસ ચાલેલી આ શાહી પાર્ટી બાદ જ્યારે મહેમાનો ગયા તો મીડિયામાં તેના ખર્ચા વિશે સમાચારો છપાતા રહ્યા. જેને લઈને લોકોમાં શાહ વિરુદ્ધ ખુબ ગુસ્સો ભડકી ગયો. 1979 સુધી સ્થિતિ બદતર બની ગઈ અને શાહે પોતાના પરિવાર સાથે પોતાના જ દેશમાંથી ભાગવું પડ્યું હતું. ત્યારબાદ અયાતુલ્લા ખુમેની ઈરાન પાછા ફર્યા અને ઈસ્લામી ગણરાજ્ય ઈરાનની સ્થાપના થઈ. શાહ ત્યારબાદ આખી જીંદગી ઈરાન પાછા ફરી શક્યા નહીં. 1971માં તેમના દ્વારા આયોજિત પાર્ટીએ ડોમિની ઈફેક્ટનું  સ્વરૂપ લીધુ અને પહેલવી રાજાશાહીનો ખાતમો થયો. આ પાર્ટી ઈતિહાસની સૌથી મોંઘી પાર્ટી બની ગઈ પરંતુ તેણે ઈરાનનું ભાગ્ય બદલી નાખ્યું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news