વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા, ચરોતરના મોટલ માલિકને અમેરિકન યુવકે ગોળી મારી
Another Gujarati Killed In America : મૂળ ચરોતરના અને અમેરિકામાં મોટલ ચલાવતા 76 વર્ષીય ગુજરાતી હોટેલ માલિકની ગોળી મારી હત્યા કરાઈ.. અમેરિકન યુવકે હોટલમાં રૂમ ભાડે રાખવા બાબતે વિવાદ કર્યો હતો
gujaratis in america : વિદેશની ધરતી ગુજરાતીઓ માટે સલામત રહી નથી. છતાં ગુજરાતીઓનો વિદેશ જવાનો મોહ ઘટતો નથી. વિદેશમાં વધુ એક ગુજરાતીને નિર્દતાથી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. તેમાં પણ અમેરિકાની ધરતી તો પહેલાથી જ ગુજરાતીઓ માટે અસલામત રહી છે. આવામાં વધુ એક ગુજરાતીની અમેરિકામાં નિર્દયી રીતે હત્યા કરવામાં આવી છે. મૂળ ચરોતરના 76 વર્ષીય મોટલ માલિક પ્રવીણ રાવજીભાઈ પટેલની ગત અઠવાડિયે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં જેરેમી મૂર નામના 34 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ચરોતરના પ્રવીણ પટેલ અમેરિકાના અલબામા રાજ્યમાં મોટલ ચલાવે છે. અમેરિકન જેરેમી મૂર તેમની મોટલમાં એક રૂમ ભાડેથી લેવા માગતો હતો. જેમાં બંને વચ્ચે ઝઘડો થઇ જતાં ગુસ્સામાં આવીને યુવકે પટેલને પોતાની બંદૂકથી ગોળી ધરબી દીધી હતી. 76 વર્ષીય પાટીદારનું ત્યાં જ મોત થયુ હતું. જેના બાદ જેરેમી મૂરને પકડી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી પિસ્તોલ પણ મળી આવી છે.
સરકારી નોકરીની વધુ એક જાહેરાત : ગુજરાતમાં આવી નવી તક, આજથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ
પોસ્ટમોર્ટમ બાદ 12 ફેબ્રુઆરીના રોજ પ્રવીણ પટેલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળની નજીક કામ કરતા બાર્બર જેમરીજ ઓવેન્સે જણાવ્યું કે, મેં ત્રણ વખત ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો. વધુંમાં કહ્યું કે તેને ફાયરિંગ પર વિશ્વાસ કરી શકતો નથી અને તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું.
પ્રવીણ પટેલના મોતથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ અને ચરોતરમાં તેમના વતનમાં શોકની લાગણી ફેલાી છે. સાથે જ એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન (AAHOA) પણ પ્રવીણ પટેલના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. એએએચઓએના ચેરમેન ભરત પટેલે જણાવ્યું છે કે અમારા સમુદાયમાં આવા સંવેદનહીન હિંસક કૃત્યોને કોઇ સ્થાન નથી.
હવે ગોંડલ માર્કેટયાર્ડમાં ડિજીટલ સોદા થશે, હવે ખેડૂતોને એક ક્લિક પર મળશે માહિતી