વધુ એક આશાસ્પદ યુવક ધબકારો ચૂકી ગયો! ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રીના પુત્રનું હાર્ટ એટેકથી મોત
Heart Attack Death: પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાને એટેક આવતા અચાનક નિધનથી પર સ્તબ્ધ થઇ ગયો છે. ગઇ કાલે બપોરે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હાર્ટ અટેક આવતા તેમનું નિધન થયું હતું.
Heart Attack Death: ગુજરાતમાં હવે હાર્ટએટેકથી ડર લાગી રહ્યો છે. ગુજરાતીઓ માટે હાર્ટએટેક હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકના ઉત્તરોત્તર કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગનું તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. ત્યારે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્રનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે.
ગુજરાતમાં છાણમાંથી બને છે CNG ગેસ, વર્ષે કમાય છે આટલા કરોડ, આ પ્લાન્ટ છે બેસ્ટ
પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાને એટેક આવતા અચાનક નિધનથી પર સ્તબ્ધ થઇ ગયો છે. ગઇ કાલે બપોરે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને હાર્ટ અટેક આવતા તેમનું નિધન થયું હતું. જયેશ છેડા હંમેશા સામાજિક અગ્રણી અને લોકોની સેવામાં હમેશા તત્પર રહેતા હતા. ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રીના પુત્ર જયેશ છેડાની સમાજમાં સારી લોકચાહના હતી. આ ઘટના બાદ પરિવાર સહિત તેમના પંથકમાં માહોલ શોકમગ્ન બન્યો છે.
શું છે પતરવેલિયાંનો ઈતિહાસ? ગુજરાતમાં કઈ કઈ જગ્યાના ફેમસ છે પાત્રા, કેવી રીતે બનાવશો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઈકાલે જ રેલનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલ મુંબઈના યુવાન સહિત ત્રણના હાર્ટએટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. મુંબઈનો એક યુવક સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યો હતો ત્યારે હૃદયરોગના હુમલાનો શિકાર બન્યો હતો. 37 વર્ષીય કેવલ મનસુખલાલ હરીયાને પણ અચાનક ગઈકાલે (શુક્રવાર) છાતીમાં દુ:ખાવો ઉપડતા તેમના મિત્રો દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે પ્રાથમિક સારવાર બાદ સરકારી હોસ્પિટલમાં કેસ રીફર કર્યો અને ત્યાં જતા સુધીમાં જ રસ્તામાં કેવલ મનસુખાલનું મૃત્યુ થયું હતું.
ગુજરાતમાં ગોળ ઉત્પાદનમાં કયો જિલ્લો છે હબ? શું છે ગોળની ખાસિયત, કેમ વાગે છે વિદેશમાં