રક્ષીત પંડ્યા/રાજકોટ: રંગીલું રાજકોટ ફરી એક વખત રક્તરંજિત થયું છે. પરંતુ આ વખતે ખુદ ખાખીની સામે જ ખૂની ખેલ ખેલાયો છે. જો કે ગણતરીની જ મિનિટોમાં પોલીસે હત્યામાં સામેલ ૧૨ જેટલા આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. લોહી લુહાણ હાલતમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે. તે શખ્સનું નામ છે લગધિરસિંહ જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી લગધીર સિંહ જાડેજા અને બીજલ કોળી વચ્ચે ઠેબચડા ગામની જમીન મામલે વિવાદ ચાલી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસાણા: હવસખોર પિતાએ નફ્ફટાઇથી કહ્યું હું તો માત્ર અડપલા જ કરતો હતો


જે મામલે તાજેતરમાં જ લગધીર સિંહ જાડેજા સુપ્રીમ કોર્ટમાં વિવાદિત જમીન મામલે કેસ જીતી જતા તેઓ પોતાનો કબજો મેળવવા પોલીસ સાથે વિવાદિત જમીન પર ગયા હતા. લગધીર સિંહ જાડેજાને પોલીસ વિવાદિત સ્થળે આવી રહી છે તે બાબતની જાણ પહેલેથી જ આરોપીઓને પડી ગઈ હોય તેવું સામે આવ્યું છે. જેના કારણે તેઓ પહેલેથી જ સંખ્યાબંધ હથિયાર સાથે વાડીમાં છુપાઈને બેઠા હતા. બનાવ બનતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ગણતરીની મિનિટોમાં હાજર રહેલા આઠ પુરુષો અને ચાર મહિલા એમ કુલ ૧૨ જેટલા શખ્સોની ઘાતક હથિયારો સાથે અટકાયત કરી છે.


અરવલ્લી: સમાજ પ્રેમ નહી સ્વિકારે તેવી આશંકાએ સગીર યુગલે મંદિર પાછળ કરી આત્મહત્યા


જો કે પોલીસની હાજરીમાં જ ખૂની ખેલ ખેલતા ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજકોટ શહેરમાં હત્યા ના બનાવ તો છાશવારે સામે આવતા હોય છે પરંતુ આ બનાવમાં પોલીસની હાજરીમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉદભવી રહ્યા છે. ત્યારે હવે શું રાજકોટ શહેર પોલોસ પોતાની ઉપર લાગેલ આ ડાઘ હટાવી લોકોની સુરક્ષા ખરા અર્થમાં પુરી પાડશે કે પછી ગુનેગારો  બેખોફ બની ગુનાને અંજામ આપતા રહેશે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube