મહેસાણા: હવસખોર પિતાએ નફ્ફટાઇથી કહ્યું હું તો માત્ર અડપલા જ કરતો હતો

પોતાની સગી પુત્રીને 4 વર્ષ સુધી ચુંથનારા નરાધમ પિતાએ પોલીસ સામે નફ્ફટાઇપૂર્વક કેટલીક કબુલાત કરી હતી. જેમાં તેણે સ્વિકાર કર્યો કે હું સેક્સ કરવા માટે સક્ષમ નથી, માત્ર તેની સાથે અડપલા જ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નરાધમ બાપને મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે દુષ્કર્મી પિતાને મેડિકલ માટે સિવિલમાં મોકલી આપ્યો હતો. જ્યાં બે વખત સિમન ટેસ્ટ નિષ્ફળ જતા તેને અમદાવાદ મોકલવાનો નિર્ણય લેવાયો છે. મંગળવારે કિશોરીએ કોર્ટ સમક્ષ બંધબારણે 164 અંતર્ગત નિવેદન નોંધાવ્યું હતું.

Updated By: Jan 29, 2020, 11:31 PM IST
મહેસાણા: હવસખોર પિતાએ નફ્ફટાઇથી કહ્યું હું તો માત્ર અડપલા જ કરતો હતો

મહેસાણા : પોતાની સગી પુત્રીને 4 વર્ષ સુધી ચુંથનારા નરાધમ પિતાએ પોલીસ સામે નફ્ફટાઇપૂર્વક કેટલીક કબુલાત કરી હતી. જેમાં તેણે સ્વિકાર કર્યો કે હું સેક્સ કરવા માટે સક્ષમ નથી, માત્ર તેની સાથે અડપલા જ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નરાધમ બાપને મહેસાણા એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે દુષ્કર્મી પિતાને મેડિકલ માટે સિવિલમાં મોકલી આપ્યો હતો. જ્યાં બે વખત સિમન ટેસ્ટ નિષ્ફળ જતા તેને અમદાવાદ મોકલવાનો નિર્ણય લેવાયો છે. મંગળવારે કિશોરીએ કોર્ટ સમક્ષ બંધબારણે 164 અંતર્ગત નિવેદન નોંધાવ્યું હતું.

અરવલ્લી: સમાજ પ્રેમ નહી સ્વિકારે તેવી આશંકાએ સગીર યુગલે મંદિર પાછળ કરી આત્મહત્યા

પુત્રી પર દુષ્કર્મ ગુજારનારા વિકૃતીને માપવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેને સાયકોલોજીસ્ટ પાસે ટેસ્ટ કરાવી તે માનસિક બીમાર કે સાયકો છે કે તેમ તેની ચકાસણી સાથે કેટલી હદે વિકૃતી ધરાવે છે તેની તપાસ પણ કરાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તરૂણીનું ન માત્ર તેનાં પિતાએ પરંતુ તેના માસા દ્વારા પણ શોષણ કરવામાં આવ્યું હતું. પિતાના ત્રાસથી બચાવવા માટે તરૂણીને તેના માસીનાં ઘરે મોકલી દેવામાં આવી હતી. જ્યાં તેનાં માસાએ પણ તેને ચૂંથી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube