પેટ્રોલ પંપની લાઈનમાં ઉભા રહેવા બાબતે તાપીમાં કરપીણ હત્યા, ગળાથી પકડી RCC રોડ પર પછાડી દીધો
નિખીલ પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયો હતો ત્યારે એક જ ગામના યુવક અરવિંદ ઠાકરે પણ પોતાની બાઈક લઈને પેટ્રોલ ભરાવા માટે ત્યાં પહોંચ્યો હતો. બંને વચ્ચે પેટ્રોલ ભરાવા માટે લાઈન ઉભા રહેવા જેવી નજીવી બાબતે ઝગડો થયો.
ઝી બ્યુરો/નર્મદા: લોકોની માનસિક સ્થિતી એ વિચાર કરવા મજબૂર કરી દે છે કે એક નાની અમથી વાતમાં હત્યાને અંજામ કોઈ કઈ રીતે આપી શકે અને આવી જ એક ઘટના સામે આવી છે તાપીમાંથી કે જ્યાં પેટ્રોલ પંપની લાઈનમાં ઉભા રહેવા જેવી સામાન્ય બાબતે એક યુવાને બીજા યુવાનની હત્યા કરી નાંખી. શું હતો સામાન્ય બાબતમાં હત્યાનો આ બનાવ આવો જોઈએ.
ગુજરાતમાં ક્યાંક આફતનો તો ક્યાંક આનંદનો વરસાદ! જાણો ક્યા કેવો વરસી રહ્યો છે મેઘરાજા
- નાની અમથી વાતમાં કરાઈ યુવકની હત્યા
- યુવકને ઉતાર્યો મોતને ઘાટ
- પેટ્રોલ પંપની લાઈનમાં ઉભા રહેવા બાબતે બબાલ
- અદાવતમાં કરાઈ યુવકની હત્યા
ભર ચોમાસે ફરી ગઈ ચોમાસાની આખી સિસ્ટમ! અંબાલાલ પટેલની સૌથી આઘાતજનક આગાહી
આવેશ આવી માણસ ભુલ કરતા વિચારતો નથી અને આવુજ કંઈ બન્યું છે તાપી જીલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકાના હરદૂલી ગામે રહેતા નિખીલ પાડવી સાથે. નિખીલ પોતાની બાઈક લઈને પેટ્રોલ ભરાવા ગયો પણ એને શું ખબર હતી કે આ ઘટના તેના મોત માટે નિમીત બની જશે. જીહાં સમાન્ય બાબતે ઝઘડો થતા આવેશમાં આવી એક યુવાને જ એક યુવાનની હત્યા કરી નાખી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી જેલને હવાલે કર્યા છે.
શું ગુજરાતમાં અનેક લોકો છે બેરોજગાર? ઈન્ટરવ્યૂમાં ઉમટેલી ભીડ પર કેમ શરૂ થઈ રાજનીતિ
ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો નિખીલ પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પર ગયો હતો ત્યારે એક જ ગામના યુવક અરવિંદ ઠાકરે પણ પોતાની બાઈક લઈને પેટ્રોલ ભરાવા માટે ત્યાં પહોંચ્યો હતો. બંને વચ્ચે પેટ્રોલ ભરાવા માટે લાઈન ઉભા રહેવા જેવી નજીવી બાબતે ઝગડો થયો. જેની અદાવત રાખીને આરોપી અરવિંદ ઠાકરે નિખિલ પાડવીના ઘરે પહોંચી બબાલ કરવાનું શરુ કર્યુ હતું. જેમાં નિખીલને અરવિંદે ગળાના ભાગેથી પકડી RCC રોડ પર પછાડી દેતાં તેને માથાના ભાગે ગભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર હેઠળ ખસેડાતા સારવાર દરમ્યાન જ મોત નિપજ્યું હતુ. જે બાદ આરોપી અરવિંદ ઠાકરે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જે બાબતે મૃતકના પરિવારના સભ્ય દ્વારા નિઝર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધી પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા જો કે નિઝર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અરવિંદ ઠાકરેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કચ્છથી છોકરીઓને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારા વિધર્મીઓ ગીરફ્તમાં, એક બે નહીં 6 છે કેસ
એક સામાન્ય બાબતમાં એક પરિવારે પોતાનો દિકરો ગુમાવવાનો વારો આવ્યો છે. તો આવેશમાં આવી હત્યા કરતા હત્યારાએ પણ જેલ જવાનો વારો આવ્યો છે જેનું પરિણામ હાલતો બંને પરિવારોએ ભોગવવાનો વારો આવ્યો છે.