સમીર બલોચ/અરવલ્લી: કોઈપણ કાર્યની સફળતા માટે મનની મક્કમતા આત્મ વિશ્વાસ ખુબ જરૂરી હોય છે. શીખવાની કોઈ ઉંમર હોતી નથી જે કંઇક કરી લેવાની ભાવના સાથે કામ કરતો હોય તેનાં માટે કોઈ પણ કાર્ય અશ્ક્ય હોતું નથી આવુજ એક ઉદાહરણ અરવલ્લીના મોડાસા તાલુકામાં આવેલા જીતપુરગામે જોવા મળ્યું હતું. અત્યાર સુધી આપે ગૂગલ બોયની સિદ્ધિ વિશે સાંભળ્યું હશે. આજે આમેં તમને એક એવા બાળક વિશે જાણકારી આપીશું કે, જેને ભાગવત ગીતાના 36 શ્લોક મોઢે પઠન કરેલા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોડાસા તાલુકાના જીતપુર ગામે પ્રકાશ પટેલનો પરિવાર આવેલો છે. વ્યવસાયે સીસીટીવી કેમેરાના બિઝનેસ સાથે સંકળાયેલ છે. જ્યારે પત્ની છે તે શિક્ષિકા છે. આજના આધુનિક યુગમાં મોટાભાગના વાલીઓએ પોતાના બાળકને સારું શિક્ષણ મળી રહે તે માટે શહેર તરફ દોટ લગાવી છે. પરંતુ ગામડામાં રહીને પણ બાળકને શિક્ષણ તેમજ ભક્તિના પાઠ શીખવી શકાય તે બાબતનું ઉત્તમ ઉદાહરણ આ પરિવારે પૂરું પાડ્યું છે. 


ઇ-મેઇલ મારફતે લાખોની છેતરપિંડી કરનાર નાઇઝિરિયન ગેંન્ગના વધુ બે ઝડપાયા


આ પરિવારનો જય પટેલ નામનો પાંચ વર્ષીય બાળક જે નાની ઉંમરે શ્રીમદ ભાગવત ગીતાના 36 જેટલા શ્લોક મોઢે કરી ચુક્યો છે. અને આ બધાજ શ્લોક કડકડાટ બોલી બધાને અચંબામાં મૂકી દે છે. આ બાળક ધોરણ ૧માં અભ્યાસ કરે છે. સામાન્ય રીતે ૧ ધોરણમાં ભણતો બાળક માંડમાંડ વાંચી અને અને બોલી શકતો હોય છે. તેવામાં આ બાળકે અનોખી સિદ્ધિ હાસલ કરી છે અને 36 જેટલા ગીતાના શ્લોક કંઠસ્થ કરી ચુક્યો છે. 


રાજકોટ: હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, એક યુવતિ સહિત ચારની ધરપકડ


આ બાળકનું જતન જ આદ્યાત્મિક વાતાવરણ વાળા પરિવારમાં થયું છે જ્યારે બાળકને આ પ્રેરણા તેની મોટી બહેન પાસેથી મળી છે. તેની મોટી બહેન ક્રિશ્નાને પણ 18 અધ્યાયમાંથી 4 અધ્યાય મોઢે કંઠસ્થ છે. આ પરિવાર સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલો છે. વહેલી સવારે તેમજ સાંજના સમયે પરિવારજનો ભેગા મળીને સામુહિક ભગવદ ગીતાના શ્લોકોનું પઠન કરતા હોય છે.


રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય, ‘શાળામાં ભણાવતા શિક્ષક ટ્યુશન નહિ કરાવી શકે’



હાલ તો આ આ બાળકે હાસલ કરેલી આ સિદ્ધિ લોકો માટે આકર્ષણ નું કેન્દ્ર બની છે. ત્યારે આજના આ આધુનિક યુગમાં વોટ્સએપ અને યુ ટ્યુબ અને સોશ્યિલ મીડિયાના પાછળ ઘેલા બનેલા બાળકોના વાલીઓ માટે એક પ્રેરણા રૂપ કિસ્સો ગણાવી શકાય તેવો છે.