રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય, ‘શાળામાં ભણાવતા શિક્ષક ટ્યુશન નહિ કરાવી શકે’

રાજ્ય સરકાર દ્વાર શિક્ષકો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પડાવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર રાજ્યોની શાળાઓમાં ભણાવતા શિક્ષકો ટ્યુશન ક્લાસીસ નહિ કરાવી શકે. અને જો ટ્યુશન કરાવશે તો તેની જવાબદારી શાળાના સંચાલક અને આચાર્યની રહેશે.   

Updated By: Jun 17, 2019, 07:16 PM IST
રાજ્ય સરકારને મહત્વનો નિર્ણય, ‘શાળામાં ભણાવતા શિક્ષક ટ્યુશન નહિ કરાવી શકે’

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વાર શિક્ષકો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પડાવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર રાજ્યોની શાળાઓમાં ભણાવતા શિક્ષકો ટ્યુશન ક્લાસીસ નહિ કરાવી શકે. અને જો ટ્યુશન કરાવશે તો તેની જવાબદારી શાળાના સંચાલક અને આચાર્યની રહેશે. 

રાજ્ય સરકાર દ્વાર બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ આચાર્ય દ્વાર કે શાળા સંચાલક દ્વારા દર માસે શિક્ષકો પાસે એક બાહેધરી પરિપત્ર લેવામાં આવશે. સંચલકે શિક્ષક પાસેથી સ્ટેમ્પ પર લખાણ આપીને અને રજીસ્ટર પણ નિભાવવું પડશે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા શાળાના સ્ટાફ સામે નિયત સમયે ચેકિંગ પણ કરવામાં આવશે.

અમદાવાદ: ચાલુ સ્કૂલ વાનમાંથી 3 બાળકો પડ્યા, 1 વિદ્યાર્થીની હાલત ગંભીર

LIVE TV:

જો કોઇ ગ્રાન્ટેડ શાળાના શિક્ષક ટ્યુશન ક્લાસ ચાલવાતા હોય અથવા તો કોઇ પણ સ્થળે ટ્યુશન આપતા પકડાશે તો, જે તે શાળાની ગ્રાન્ટ પર કાપ મુકવામાં આવી શકે છે. અને શાળઓની માન્યતાઓ રદ કરવા સુધીના પગલા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી શકે છે. શિક્ષક હવે શાળાના વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઇ પણ વિદ્યાર્થીઓને ભણાવી શકશે નહિ. તેવું પરિપત્ર બહાર પાડીને રાજ્ય સરકાર દ્વારા આાદેશ આપવામાં આવ્યા છે.